અમિત શાહના પૂર્વ વકીલ હવે રાહુલ ગાંધી કેસમાં જજ, એન્કાઉન્ટર કેસમાં વકીલાત કરેલી
મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી અને તે પછી તેમનું સંસદ પદ છીનવાયું હતું. એ પછી રાહુલ ગાંધીએ 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં પિટિશન દાખલ કરીને પોતાની સજા પર રોક લગાવવા માટે અપીલ કરી હતી, જેની સુનાવણી 13 એપ્રિલે એડિશનલ સેશન્સ જજ રોબિન મોગેરાએ કરી હતી. રોબિન મોગેરા એ વ્યક્તિ છે જે એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વકીલ હતા.
જજ રોબિન મોગેરા એક સમયે અમિત શાહના વકીલ રહી ચૂક્યા છે એ વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ન્યાયાધીશ રોબિન મોગેરા તુલસી પ્રજાપતિ ફેક એનકાઉન્ટર કેસમાં અમિત શાહના વકીલ હતા. વર્ષ 2006માં ચર્ચિત તુલસી પ્રજાપતિ એનકાઉન્ટરની ઘટના બની હતી. અમિત શાહનો કેસ રોબિન મુગરાએ CBI કોર્ટમાં લડ્યો હતો.
અત્યારે રાહુલ ગાંધીની અપીલ પર 13 એપ્રિલે સુનાવણી કરવાના છે તે જજ રોબિલ પોલ મોગેરા એક જમાનામાં ગુજરાતમાં કાબિલ વકીલ તરીકેની નામના ધરાવતા હતા. તેમના ક્લાયન્ટસમાં અમિત શાહ જેવા હાઇપ્રોફાઇલ નામ હતા. ગુજરાત હાઇકોર્ટ તરફથી 28 ડિસેમ્બર 2017ના દિવસે જારી કરેલા નોટીફિકેશન મુજબ તેમની જિલ્લા જજ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વકીલો માટે નિર્ધારીત 25 ટકા કોટા હેઠળ તેમની પસંદગી કરવામાં આવી હતી. એના માટેની પરીક્ષામાં જજ મોગેરાએ 250માંથી 147.33 માર્ક મેળવીને ટોપ કર્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ના માનહાનિ કેસમાં તેમની દોષિત અને બે વર્ષની જેલની સજા સામે અપીલ દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, જસ્ટિસ મોગેરાએ ગુરુવારે, 13 એપ્રિલના દિવસે રાહુલ ગાંધીની લોકસભામાંથી તેમની ગેરલાયકાતને દૂર કરવા માટે તેમની દોષિત ઠરાવ પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીની ખાસ સુનાવણી કરી હતી અને 20 એપ્રિલે ચુકાદો આપવાનું કહ્યું હતું.
એક અંગ્રેજી વેબસાઇટના જણાવ્યા મુજબ ન્યાયાધીશ મોગેરા, જેમને જાન્યુઆરી 2018માં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા, તેમણે વર્ષ 2006માં નકલી એનકાફન્ટરના કેસમાં અમિત શાહનો બચાવ કર્યો હતો ત્યારે નેશનલ લેવલે તેમનું નામ ચમક્યું હતું. જજ રોબિન મોગેરા લગભગ 2014 સુધી અમિત શાહના વકીલ રહ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ જજ રોબિન મોગેરાએ વર્ષ 2011માં ગુજરાતના ગુલબર્ગ કાંડના આરોપીઓનો પણ કેસ લડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp