અમદાવાદમાં અકસ્માત જોતી ભીડને પૂર ઝડપે આવતી jaguar કારે કચડતા 9ના મોત

PC: indiatoday.com

અમદાવાદમાં મોડી રાતે એક દુઃખદ દુર્ઘટના બની. ત્યાર પછી જે થયું તેનાથી લોકોમાં હડકંપ છે. અમદાવાદમાં એક ફ્લાયઓવર પર પૂર ઝડપે આવી રહેલી જેગુઆર કારે ભીડને કચડી નાખી. જેમાં 9 લોકોના મોત થયા અને 13થી વધારે લોકો હજુ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે એક કાર એક્સિડેન્ટને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ. ત્યારે જ પાછળથી પૂર ઝડપે આવી રહેલી જેગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ અને બધાને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે આ જાણકારી આપી છે.

પોલીસ અનુસાર, સરખેજ-ગાંધીનગર હાઈવેના ઈસ્કોન ફ્લાઈઓવર પર બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક ટ્રકે થાર ગાડીને ટક્કર મારી દીધી હતી. ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. આ અકસ્માત જોવા લોકોની ભીડ એકઠી થઈ હતી. ત્યારે જ પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કાર લોકોમાં ઘૂસી ગઈ, જેને કારણે 9 લોકોના મોત થયા છે. કાર 160 કિલોમીટર પ્રતિ કલાકે દોડી રહી હતી. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના લોકો સામેલ છે.

પોલીસ કોન્સ્ટેબલનું મોત

આ અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન પણ સામેલ છે. તો લગભગ 13 લોકો ઈજાગ્રસ્ત છે. અકસ્માતે શહેરમાં સૌ કોઈને ચોંકાવી નાખ્યા છે.

પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત એસજી હાઈવે પર બનેલા ઈસ્કોન ફ્લાઈઓવર પર મોડી રાતે લગભગ 1.15 વાગ્યે થયો. જ્યારે લગ્ઝરી કાર જેગુઆર ભીડમાં ઘૂસી તો ઘણાં લોકો ઘટનાસ્થળથી લગભગ 20 થી 25 ફૂટ દૂર જઈ પડ્યા હતા.

કાર કોણ ચલાવી રહ્યું હતું

અમદાવાદ ટ્રાફિક પોલીસના એસપી એસજે મોદી અનુસાર, આ અકસ્માતમાં 6 લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. જ્યારે અન્ય લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ત્યાં 3 લોકોએ દમ તોડી દીધો. જેથી મૃતકોની સંખ્યા વધીને 9 થઈ ગઈ. પોલીસ અનુસાર, તથ્ય પટેલ નામનો યુવક જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. તથ્યના પિતા ગેંગરેપ કેસમાં આરોપી છે અને હાલમાં જામીન પર બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp