આણંદ: યુવાન નહાવા ગયો હતો, હાર્ટએટેકથી મોત, 24 કલાકમાં ગુજરાતમાં બીજું મોત

PC: indiatimes.com

હજુ તો રાજકોટમાં આર્કિટેકચર એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા બારડોલીના યુવાનના હાર્ટએટેકથી મોતના સમાચારની શ્યાહી સુકાઇ નથી ત્યારે ગુજરાતમાં  હાર્ટએટેકથી બીજું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં હાર્ટએટેકને કારણે મોતને ભેટનાર યુવાન કલ્પેશ પ્રજાપતિ તેના પરિવારનો એકનો એક દીકરો હતો તો આણંદમાં બાથરૂમમાં નહાવા ગયેલા અને હાર્ટએટેકને કારણે મોતને ભેટનાર યુવાન પણ પરિવારનો એકનો એક જ દીકરો હતો. છેલ્લાં કેટલાંક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.

મધ્ય ગુજરાતમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા ઓડ ગામમાં 22 વર્ષના યુવાન જીલ ભટ્ટ બાથરૂમમાં નહાવા ગયો હતો ત્યારે અચાનક તેનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શુક્રવારે સવારે જીલ સવારે નહાવા ગયો ત્યારે લાંબા સમયથી બાથરૂમમાંથી બહાર નહોતા આવ્યો. પરિવારે જીલને બુમ પાડી હતી, પણ તેનો કોઇ જવાબ આવ્યો નહોતો. પરિવાર ચિંતમાં મુકાઇ ગયો હતો અને બાથરૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો.

બાથરૂમનો દરવાજો તોડી નાંખ્યા પછી પરિવારે જોયું તો જીલ જમીન પર ફસડાઇ ગયો હતો અને બેભાન અવસ્થામાં હતો. પરિવારના લોકો જીલને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તેનું મોત થઇ ગયું હતું. જીલ પણ પરિવારનો એકનો એક દીકરો હતો.

જાણવા મળેલી વિગત મુજબ  ભણવાનું પુરુ થયા પછી જીલ ભટ્ટ નડિયાદમાં એક મોબાઇલની દુકાનમાં રિપેરીંગ કરતો હતો.

કોરોના મહામારી પછી આપણે જોયું છે કે, ઘણા બધા યુવાનોના હાર્ટએટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ક્રિકેટ રમતા રમતા કે લગ્નમાં ડાન્સ કરતા કરતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. તાજેતરની જ વાત કરીએ તો બે દિવસ પહેલા નવસારીની એક 17 વર્ષની વિદ્યાર્થીનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું હતું તો એક દિવસ પહેલા મૂળ બારડોલીના અને રાજકોટમાં આર્કિટેક્ટના છેલ્લાં વર્ષમા અભ્યાસ કરતા કલ્પેશ પ્રજાપતિને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે સોડા પીવા ગયા બાદ દુખાવો વધી ગયો હતો અને તેનું મોત થયું હતું.

27 જૂને વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 45 વર્ષના PSI કે.એન. કલાલ ફરજ હતા એ દરમિયાન તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp