આવો મિત્ર દુશ્મનને પણ ન મળેઃ હનીટ્રેપમાં ફસાયેલા મિત્રએ જ લાભ ઉઠાવી લાખો પડાવ્યા

જીવનમાં મિત્ર એટલા માટે બનાવવામાં આવે છે કે સુખ-દુઃખના સમયે તે આપણી સાથે ઊભા રહી શકે. દુઃખના સમયમાં નિઃસંકોચપણે મિત્રને આપણે આપણી વાતો કહી શકીએ અને તેની મદદ પણ લઇ શકીએ. તે માટે મિત્રનું જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે, પરંતુ સુરતમાં મિત્રના સંબંધ પણ લાંછન લગાવનારી ઘટના સામે આવી છે. ફેસબુકના માધ્યમથી હનીટ્રેપના જાળમાં ફસાયેલા કાપડના વેપારીએ આ જાળમાંથી બહાર નીકળવા માટે તેના મિત્રને પાસે મદદ માગી હતી, પરંતુ તેના મિત્રએ તેને મદદ કરવાની જગ્યાએ તેની આ મુશ્કેલીનો લાભ ઉઠાવી લીધો હતો.

એટલું જ નહીં મિત્રએ તો હનીટ્રેપમાં ફસાવનાર ગેંગને તેના કરતા સારી કહેવડાવી હતી. હનીટ્રેપની ગેંગ તો વેપારી પાસે 11,000 રૂપિયા જ પડાવ્યા હતા, પરંતુ તેના મિત્ર એ તો 17 લાખ રૂપિયા આ જાળમાંથી છૂટવા માટે પડાવી લીધા. સુરતમાં એક કાપડ વેપારી અજીબ ઓનલાઇન હનીટ્રેપનો શિકાર બન્યો છે. અહીં હનીટ્રેપમાં ફસાવનાર ગેંગ કરતા વધારે સુખ-દુઃખનો સાથી તેનો મિત્ર જ તેને છેતરીને લાખો રૂપિયા પડાવી લીધા. સુરતમાં વેપારીને ઓનલાઇન અંજલિ શર્મા દ્વારા વીડિયો કોલ કરી તેનો આપત્તિજનક વીડિયો બનાવી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

આ બનાવ બાબતે મિત્રને જાણ કરતા મિત્રએ પોતે હાલમાં પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવી તેમજ દિલ્હી પોલીસ આવીને ઉંચકી જશે તેવો ડર બતાવી 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે, આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને પહોંચતા સાયબર ક્રાઇમ સેલે વેપારીના મિત્ર કાપડ દલાલની ધરપકડ કરી લીધી છે. સુરતમાં કાપડની દુકાન ધરાવતા વેપારીને 26 ઑગસ્ટ 2022ના રોજ તેના મોબાઇલ પર મેસેજ કરી પોતે અંજલિ શર્મા હોવાની ઓળખ આપી હતી અને પછી વેપારીને વીડિયો કોલ કરી આપત્તિજનક હરકતો કરી વેપારીનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો અને આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી વેપારી પાસેથી કુલ 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

તે ઉપરાંત વધુ 5 હજાર રૂપિયાની માગ કરવામાં આવી હતી. જેથી વેપારીએ સમગ્ર હકીકત પોતાના મિત્ર મનોજ શર્માને જાણ કરી હતી. મનોજ શર્માએ પોતે હાલમાં જ પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવ્યું હતું. તેમજ નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના બનાવટી ડોક્યૂમેન્ટ પણ વેપારીને બતાવ્યા હતા. તેમજ તેમાં એપ્લિકેશન કરવાના ચાર્જ પેટે, વેપારીનો વીડિયો ફેસબુક કે સોશિયલ મીડિયામાં અપલોડ નહીં થવા દેવાનો ચાર્જ તેમજ વેપારી વિરુદ્ધની અરજી ક્લોઝ કરવાનો ચાર્જ, આ ઉપરાંત વેપારીની અરજી હાયર ઓથોરિટી પાસે પહોંચી ગઇ છે. ત્યારે દિલ્હી પોલીસ આવીને ઉંચકી જશે તેવી ધમકીઓ આપી ટુકડે ટુકડે 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ સમગ્ર ઘટના પર વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વેપારીના અગાઉ સંર્પકમાં આવેલા તેના મિત્ર મનોજ ઓમપ્રકાશ અમ્રતલાલ શર્માની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલો આરોપી કાપડની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. ફેસબૂકના માધ્યમથી યુવક એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વીડિયો કોલ પર વાતો કરવામાં આવતી હતી. યુવતી બનીને યુવક સાથે વીડિયો કોલ પર અસલી હરકતો કરવામાં આવતી હતી. યુવતીને વીડિયો કોલ કરી એકલામાં ઘરે મળવા બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો કોલનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું જણાવવામાં જણાવી હનીટ્રેપ કરી યુવકને બાદનામ કરવાનો ડર બતાવી રૂપિયા માગ કરવામાં આવી હતી. હનીટ્રેપનો ભોગ બનેલા યુવક પાસેથી 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

સુરતની વરાછા પોલીસે હનીટ્રેપ કરીને લોકો પાસે રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસે આ આખા નેટવર્કને ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ફેસબૂક આઇડી પરથી વાત કરનાર મહિલા સહિત કુલ પાંચ જેટલા લોકોની સંડોવણી હતી તે તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા, સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી તેમની પાસેથી 5.70 લાખ રોકડા સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.