મહેસાણા: જવાનની અંતિમ યાત્રા નિકળી તો આખુ ગામ હિબકે ચઢ્યું, પત્નીની સલામી

PC: divyabhaskar.co.in

હજુ તો 24 ડિસેમ્બરે પોતાના પરિવારને મળવા ઘરે આવેલા આર્મી જવાન 9 જાન્યુઆરીએ પોતાની ફરજ પર પાછા ફર્યા હતા અને એવું કહીને ગયા હતા કે, 10 એપ્રિલે પાછો આવીશ, પરંતુ કાળનું ચક્ર એવું ફર્યું કે જવાન તો ન આવ્યા , પરંતુ તેમનો મૃતદેહ ઘરે આવ્યો. સિક્કિમમાં એક અકસ્માતમાં  જવાનનું મોત થયું હતું. જવાનની અંતિમ યાત્રા જ્યારે નિકળી ત્યારે આખું ગામ ધ્રુસ્કે ચઢ્યું હતું. લોકો દુકાનો બંધ રાખીને અંતિમ યાત્રામાં જોડાયા હતા અને મહેસાણાના વડનગરથી સુલીપુર સુધી સેંકડો લોકો રસ્તા પર સલામી આપી રહ્યા હતા.તસ્વીરો જોઇને તમારી આંખમાંથી પાણી આવી જશે.

ગુજરાતના મહેસાણા જિલ્લાના સુલીપુરામાં રહેતા રાયસંગજી ઠાકોર વર્ષ 2017માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા અને પહેલા જ પ્રયાસે ભારતીય સેનામાં પસંદગી થતા જવાન અને પરિવાજનો ખુશ હતા. રાયસંગજીનું પહેલું પોસ્ટિંગ જમ્મૂમાં થયું હતું, એ પછી સિક્કિમમાં પોસ્ટીંગ થયું હતું અને  અહીં રાયસંગજી Unit 517, બટાલિયન ASCમાં ફરજ બજાવતા હતા.રાયસંગજી 26 વર્ષના હતા.

6 દિવસ પહેલા આર્મીની એક ટ્રક સિક્કિમની તિસ્તા નદીમાં ખાબકી હતી અને તેમા રાયસિંગજી હતી. તેમની શોધખોળ ચાલતી હતી અને 4 દિવસ પછી તેમનો મૃતદેહ મળ્યો હતો.રાયસંગજીના મોતના સમાચારે પરિવાર પર આભ તુટી પડ્યું હતું અને પત્નીએ આક્રંદ મચાવી દીધો હતો.

આજે જ્યારે રાયયંગજીના પાર્થિવ દેહને વડનગર લાવવામાં આવ્યો તો આખું ગામ ધૂસ્કે ચઢ્યું હતું. ગામના લોકો દુકાન બંધ કરીને અંતિમ યાત્રામાં જોડાયા હતા. હજારો લોકો જવાનની વિદાયમાં જોડાયા હતા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજી ગુઠ્યા હતા. રાયસંગજીના પત્ની અસ્મિતા બહેને ભારે હૈયે વિદાય આપી હતી અને જવાનને અંતિમ સલામી આપી તે જોઇને બધા વિહવળ થઇ ગયા હતા.

એક 26 વર્ષનો ભારતીય સેનાનો જવાન જેના હજુ તો સપના અધૂરા હતા તેની અચાનક વિદાય થવાથી પરિવારજનોમાં તો શોકની લાગણી હતી, પરંતુ લોકોની આંખો પણ ભરાઇ આવી હતી. લોકોની સુરક્ષા માટે સરહદની રક્ષા કરતા વીર જવાનો માટે લોકોની સન્માન ભાવના ખાસ્સી ઉંચી થઇ ગઇ છે. પરિવારથી દુર, અને તહેવારો સમયે પણ દેશની રક્ષા માટે ફરજ બજાવતા સેનાના જવાનોનું અચાનક મૃત્યું દુખદાયક હોય છે.

પરિવારના લોકોએ કહ્યુ કે, 24 ડિસેમ્બરે 15 દિવસની રજા લઇને રાયસંગજી ઘરે આવ્યા હતા અને 9 જાન્યુઆરીએ ફરી પોતાની ફરજ પર જોડાઇ ગયા. 10 એપ્રિલે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી રાયસંગજી એવું કહીને ગયા હતા કે, 10 એપ્રિલે હું પાછો આવીશ.પરંતુ પરિવારને શું ખબર કે તેમનો મૃતદેહ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp