થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પીતા એટલા ઝડપાયા કે મેરેજ હોલ ભાડે રાખ્યો

PC: divyabhaskar.co.in

નવા વર્ષની ઉજવણી કદાચ દારૂ પીધા વગર અધુરી રહે એવું દર વર્ષે જોવા મળે છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દર વર્ષે મોટી સંખ્યામાં દારૂડિયાની મજા પોલીસ બગાડી નાંખે છે. આ વખતે થર્ટી ફર્સ્ટ નાઇટની ઉજવણીની આગલી રાત્રે વલસાડ પોલીસે  10-12 નહીં, પરંતુ 916 નબીરાને દારૂના નશામાં પકડી લીધા હતા. સંખ્યા એટલી મોટી હતી કે પોલીસે એક મેરેજ હોલ ભાડે રાખીને બધાને ત્યાં રાખ્યા હતા.

પોલીસને ખબર જ છે કે નવા વર્ષની ઉજવણીમાં દારૂનો નશો કરીને ઘણા લોકો આવવાના જ છે, એટલે વલસાડ પોલીસે 32 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 39 અન્ય પોસ્ટ બનાવીને ચેકીંગ હાથ ધર્યું હતું. 30 ડિસેમ્બરની રાત્રે પોલીસે ટીમ, બ્રેથ એનેલાઇઝર બધાની વ્યવસ્થા ગોઠવી દીધી હતી. તપાસમાં એક પછી એક 916 લોકોને પોલીસે દારૂનો નશો કરવાના કેસમાં ધરપકડ કરી હતી.

વલસાડ જિલ્લાની તમામ ચોકી પરથી પકડાયેલા લોકોને એક મેરેજ હોલમાં રાખવામાં આવ્યા છે અને કોવિડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

વલસાડ રૂરલ 50.વલસાડ સિટી 60,વલસાડ ડુંગરી 90,પારડી 167,ભિલાડ 80,ઉમરગામ 46,ઉમરગામ મરીન 15,ધરમપુર 28,કપરાડા 09,નાનાપોઢા 50,વાપી ટાઉન 180,વાપી GIDC91,વાપી ડુંગરા 50માંથી કુલ 916 લોકો પોલીસે પકડી પાડ્યા હતા.

નવા વર્ષની ઉજવણીની આગલી રાત્રે પોલીસે આટલી મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરતા નબીરાઓના પરિવારજનો દોડતા થઇ ગયા હતા. વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનનોની બહાર પરિવારજનો આંટા મારતા દેખાતા હતા.

ગુજરાતમાં દારૂબંધી છે પણ રાજ્યમાં ઠેર ઠેર છુટથી દારૂ મળતો રહે છે. ત્યારે કેટલાંક લોકો એવો સવાલ પુછી રહ્યા છે કે માત્ર થર્ટી ફર્સ્ટે જ પોલીસને કેમ મોટી કાર્યવાહી કરવાનું સુઝે છે? કેટલાંક લોકો એવો પણ સવાલ પુછી રહ્યા છે કે પોલીસ માત્ર દમણની આજુબાજુના વિસ્તારમાં જ શું કામ  ચેકીંગ રાખે છે? શું માત્ર આ જ વિસ્તારમાં દારૂ પીવાય છે? રાજ્યના બીજા કોઇ વિસ્તારમાં દારૂ મળતો જ નથી?

તો બીજી તરફ લોકો પણ એવા છે કે જેમને ખબર છે કે થર્ટી ફર્સ્ટમાં પોલીસ વલસાડની આજુબાજુ ચેકીંગ કરવાની જ છે છતા પણ આ વિસ્તારમાં જાય છે. કદાચ પોલીસના હાથે પકડાઇ જવાનું લોકોને કોઠે પડી ગયું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp