જર્મન સરકાર 2 વર્ષની ગુજરાતી દીકરીને મા-બાપને આપતી નથી, PM મોદીને રક્ષાબંધન પર..

PC: indiatoday.in

જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બેબી અરિહા શાહને સ્વદેશ પરત લાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અરિહાની માતા ધરાએ દીકરીને પરત લગાવવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. રક્ષાબંધનના તહેવારથી અગાઉ ધરાએ નક્કી કર્યું છે કે તે દેશના બધા સાંસદોને અરિહા તરફથી રાખડી મોકલાશે. આ રાખડીઓ દેશમાં બધા 800 સાંસદોને મોકલવામાં આવશે. બેબી અરિહાની માતા ધરા આ રાખડીઓને અમદાવાદથી લઈને આવી છે. તેનું કહેવું છે કે અમારે ત્યાં રાખડીને ‘રક્ષા પોટલી’ કહેવાય છે.

આ રક્ષા પોટલી દ્વારા અમે અરિહાની રક્ષા કરવા માટે દેશના બધા સાંસદોને અપીલ કરીએ છીએ. ધરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રક્ષા પોટલી એટલે કે રાખડી મોકલી રહી છે. આ રાખડી સાથે વડાપ્રધાનને અરિહાની એક તસવીર પણ મોકલવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવનાર તસવીર પાછળ એક સંદેશ લખવામાં આવ્યો છે. આ સંદેશામાં અરિહા વડાપ્રધાનની કુશળતા અને પ્રગતિની કામના કરે છે અને તેમને આગ્રહ કરે છે કે તેમની દીકરીને વહેલી તકે ભારત લાવવામાં આવે.

આ અભિયાનની શરૂઆત દિલ્હીની એક NGO ‘પ્રયાસ’થી થઈ. ધરાએ પ્રયાસ NGOના અમોદ કંઠને રાખડી બાંધી. તે બાળકો માટે કામ કરનારી NGO છે. અમોદ કંઠે જર્મની દૂતાવાસને ઇ-મેલ પણ લખ્યો છે. આ NGO ધરાના કેસને ભારત ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરી રહી છે.

શું છે મામલો?

ગુજરાતની એક દંપતી છેલ્લા દોઢ વર્ષથી પોતાની દીકરીથી હજારો માઈલ દૂર છે અને તેને મળવાની વિનંતી કરી રહી છે. અમદાવાદના ભાવેશ અને ધરા ભારતમાં છે, જ્યારે તેમની 2 વર્ષીય દીકરી અરિહા જર્મનીમાં છે. સપ્ટેમ્બર 2021 આ પરિવાર માટે કાળ સાબિત થયો. વર્ક વિઝા પર જર્મનીના બર્લિન ગયેલા આ ગુજરાતી પરિવારની દુનિયા એ સમયે વિખેરાઈ ગઈ, જ્યારે અરિહાના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા થઈ ગઈ અને હૉસ્પિટલ લઈ જવા પર માતા-પિતા પર જ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો.

ત્યારબાદ અરિહાને પ્રશાસને ફોસ્ટર કેર હોમમાં મોકલી દીધી. સપ્ટેમ્બર 2021 બાદ જ આ પરિવાર અરિહાની કસ્ટડી લેવાની કાયદાકીય લડાઈ લડી રહ્યો છે. આ દંપતી છેલ્લા એક વર્ષથી વિનંતી કરી રહ્યો છે કે તેમને તેમની દીકરી પાછી આપી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ડૉક્ટરને અરિહાના ડાઇપર પર લોહી મળ્યું હતું, ત્યારબાદ છોકરીને પ્રશાસને ફોસ્ટર કેર હોમ મોકલી દીધી હતી. ત્યારથી અરિહા ફોસ્ટર કેર હોમમાં રહે છે. અરિહાની માતા ધરાનું કહેવું છે કે, આ વર્ષે ઑગસ્ટના અંતમાં અરિહાને ફોસ્ટર કેર હોમમાં બે વર્ષ પૂરા થઈ જશે.

જર્મની સરકારના નિયમો હેઠળ જો કોઈ બાળકને ફોસ્ટર કેર હોમમાં રહેતા 2 વર્ષ થઈ જે છે તો એ બાળકને તેના માતા-પિતાને પરત કરવામાં આવતું નથી. અરિહાની માતા ધરા અને પિતા ભાવેશ ત્યારથી સતત ભારત સરકારને આ કેસમાં દખલઅંદાજી કરવાની રીક્વેસ્ટ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે પણ ધરાની બે વખત મીટિંગ થઈ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી અરિહાને સ્વદેશ લાવવાનો કોઈ રસ્તો નીકળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp