NIAએ જણાવ્યું-મુંદ્રા પોર્ટ પર કંઇ રીતે અને ક્યાંથી આવ્યું 3000 કિલો ડ્રગ્સ

PC: livemint.com

ગુજરાતમાં વર્ષ 2021માં મુંદ્રા પોર્ટ  પર પકડાઇ ગયેલા 3 હજાર કિલો ડ્રગ્સના કેસમાં NIAએ સોમવારે 22 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં અફઘાનિસ્તાનના 7 નાગરિક અને કંપનીઓ સામેલ છે. ચાર્જશીટમાં NIAએ જણાવ્યું છે કે, તપાસમાં જાણવા મળ્યું કે હેરોઇન વેચીને પૈસા એકત્ર કરવામાં આવ્યા જેને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે લશ્કર એ તોયબાના સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ અગાઉ NIAએ 16 આરોપી વિરુદ્ધ 14 માર્ચ 2022ના રોજ આરોપપત્ર દાખલ કર્યું હતું.

આ કેસ મુદ્રા પોર્ટ પર 2988 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવાના સંબંધમાં છે. આ માલ ઇરાન સ્થિત અંદર અબ્બાસ દ્વારા અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો હતો. આ કેસ શરૂઆતમાં ગુજરાતના આવકવેરા ઇન્ટેલિજેન્સ નિર્દેશલયની ગાંધીધામ યુનિટ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ NIAએ 6 ઓકટોબર 2021ના રોજ તેને ફરી દાખલ કર્યો હતો. મુખ્ય આરોપી હરપ્રીત સિંહ તલવાર ઉર્ફ કબીર તલવાર સહિત 22 આરોપીઓ વિરુદ્ધ આ અગાઉ આરોપપત્ર અમદાવાદ સ્થિત NIA સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું કે, હરપ્રીત તલવાર ઘણી વખત દુબઇ ગયો અને આયાતના સમુદ્રી માર્ગનો લાભ ઉઠાવવાના ષડયંત્રમાં સામેલ થયો હતો, જેથી હેરોઇનની વાણિજ્યિક માત્રામાં તસ્કરી કરીને તેને ભારત પહોંચાડી શકાય. NIAના પ્રવક્તાએ કહ્યું કે, તે નવી દિલ્હીમાં ઘણા બિઝનેસમાં સામેલ છે. જેમ કે ક્લબ, ખુદરા શોરૂમ અને સંબંધીઓના નામ ખુલાવવાના વગેરે, પરંતુ તેનું સંચાલન તે એકલો કરે છે. આ કંપનીનો ઉપયોગ માદક પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની આયાત કરવા માટે કરવામાં આવ્યો હતો.

NIAએ કહ્યું કે, આ પ્રકારે એક ડઝનથી વધુ કંપનીઓની ઓળખ કરીને તપાસ કરવામાં આવી છે, જેમાં મેસર્સ મેગેન્ટ ઇન્ડિયા સામેલ છે, જેનું નામ આરોપપત્રમાં છે. અફઘાનિસ્તાનથી અર્દ્વ પ્રસંસ્કારિત સિલખડી પથ્થર (સફેદ રંગનો મૃદુ પથ્થર હોય છે) ભારત આયાત કરીને તેની તેને હાંસલ કરવામાં સામેલ હતી. હરપ્રીત તલવાર સિવાય બીજા અનુપુરક આરોપપત્રમાં રાહ મતુલ્લાહ કક્કડ, શાહીનશાહ ઝહીર. ફરીદૂન અમાની ઉર્ફ જાવેદ અમાની, અબ્દુલ સલામ નુરજઇ, મોહમ્મદ હુસેન દાદ અને મોહમ્મદ હસન શાહના નામ છે અને આ બધા અફઘાનિસ્તાનના રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp