ગુજરાતમાં 'પઠાન'નો વિરોધ નહીં કરે બજરંગ દળ-VHP, ફિલ્મ જોવી ન જોવી લોકોનો નિર્ણય

PC: indiatvnews.com

શાહરુખ ખાનને 4 વર્ષ પછી મોટી સ્ક્રીન પર ધમાલ કરતો જોવા માટે બસ હવે એક દિવસની રાહ જોવાની છે. બોલિવુડના બાદશાહની કમબેક ફિલ્મ કહેવામાં આવી રહેલી 'પઠાન' બુધવારે થિયટર્સમાં રીલિઝ થવા માટે તૈયાર છે. 'પઠાન'ના ટ્રેલર પહેલા જ્યારે તેનું ગીત બેશરમ રંગ રીલિઝ થયું, તો એક સીનને લઈને ઘણો વિવાદ થયો હતો. ફિલ્મમાં શાહરુખની સાથે ફીમેલ લીડ રોલ કરી રહી દીપિકા પાદુકોણે ભગવા કલરની બિકીની પહેરેલી જોવા મળી હતી.

આ સીનને હિંદુ લોકોની ધાર્મિક ભાવનાઓને આહત કરનારો સીન જણાવીને તેની ટીકા કરવાની શરૂ કરી દીધી હતી. ગીતને લઈને ઘણો વિવાદ થયો હતો અને ઘણા નેતાઓથી લઈને હિંદુ સંગઠનોએ 'પઠાન' ફિલ્મનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. વાત એટલે સુધી પહોંચી ગઈ કે ફિલ્મને બોયકોટ કરવા સુધીની અપીલ ઉઠવા લાગી હતી. પરંતુ હવે શાહરુખના ફેન્સ માટે એક મોટી ખબર આવી રહી છે.

'પઠાન' વિરુદ્ધ ઘણા શહેરોમાં પ્રદર્શન કરવામાં આગળ રહેનારા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ હવે ગુજરાતમાં આ ફિલ્મનો વિરોધ નહીં કરે. ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ ક્ષેત્રના મંત્રી અશોક રાવલે આ વખતે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. પોતાના સ્ટેટમેન્ટમાં તેમણે 'પઠાન'માં બદલાવ કરાવવાને લઈને સેન્સર બોર્ડના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ફિલ્મ જોવી કે ન જોવી તે જનતા ઉપર આધાર રાખે છે. અશોક રાવલે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, હિંદી ફિલ્મ 'પઠાન'ના બજરંગ દળના વિરોધ પછી સેન્સર બોર્ડે ફિલ્મમાં અશ્લીલ ગીત અને ભદ્દા શબ્દોને દૂર કર્યા છે, જે સારી ખબર છે.

ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરનારા બધા કાર્યકર્તાઓ અને સમસ્ત હિંદુ સમાજનો હું અભિવાનદ કરું છું. તેમણે આગળ કહ્યું છે કે, તેની સાથે જ સેન્સર બોર્ડ, નિર્માતાઓ અને થિયેટર માલિકો સહિત સૌને અનુરોધ કરું છું કે, ફિલ્મ ઉદ્યોગના એક મહત્ત્વપૂર્ણ ભાગીદારના રૂપમાં જો તેઓ સમય રહેતા ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને આવી વાતોનો વિરોધ કરે છે, તો બજરંગ દળ અને હિંદુ સમાજને કોઈ આપત્તિ નથી થતી.

ભારત માતા કી જય.. જય શ્રી રામ..ની સાથે પોતાનું સ્ટેટમેન્ટ પૂર્ણ કરતા પહેલા અશોક રાવલે કહ્યું કે ફિલ્મ જોવા જવી કે નહીં તે નિર્ણય અમે ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો પર છોડીએ છે. 25 જાન્યુઆરીના 'પઠાન' થિયેટરોમાં રીલિઝ થવાની છે અને તેના માટેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. રીલિઝના એક દિવસ પહેલા અશોક રાવલે આ સ્ટેટમેન્ટ 'પઠાન'ને જોવા માટે થિયેટર્સમાં જઈ રહેલી જનતાને વધારે મોટિવેટ કરશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp