મહેસાણાના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો નિર્ણય, DJ, જુગાર પર પ્રતિબંધ

PC: divyabhaskar.co.in

મહેસાણા જિલ્લાના વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે સમાજની બેઠકમાં 80 ગામમાં વસવાટ કરતા લોકો માટે કુરિવાજો દુર કરવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગે અને મૃત્યુ પ્રસંગના અનેક રિવાજોમાં બદલાવની જાહેરાત કરી છે. સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજોને બંધ કરવાની હાકલ કરવામાં આવી હતી.

વડગનર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજની મળેલી બેઠકમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ઉપરાંત લગ્ન પ્રસંગોમાં રમાતા જુગાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 80 ગામના લોકોએ આ નિર્ણયનો અમલ આવતી કાલથી જ કરવાનો છે.ઓઢણી પ્રસંગોમાં હવે મહિલાઓ જ જશે પુરુષોના જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મુત્યના પ્રસંગે સોળના બદલે રોકડથી વહેવાર કરવો.

વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ઉદાજી ખાબોકે જણાવ્યું હતું કે, 80 ગામના સમાજના આગેવાનો સાથે મળેની નિર્ણય કર્યા પછી હવે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે અને એક બંધારણ બનાવવામાં આવ્યું છે કે વર્ષોથી ચાલી આવતા કુરિવાજો હવેથી બંધ કરવા. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નવરાત્રી વખતે સાઉન્ડ વગાડી શકાશે, પરંતુ માત્ર માતાના ગરબા માટે જ.

પ્રમુખ ઉદાજી ખાબોકે કહ્યું કે, અમારા સમાજમા એક એવો જૂનો રિવાજ છે કે પુરુષનું મોત થાય તો પરિવારનો ધોતિયું આપવાનું અને મહિલાનું મોત થાય તો સાડલો આપવાનો. આને સોળ પ્રથા કહેવામાં આવે છે. આ પ્રથા અમે બંધ કરી દીધી છે અને સગાઓને માત્ર રોકડમાં જ વહેવાર કરવા કહ્યું છે.

ઉદાજીએ કહ્યું કે અમારા સમાજમાં 34 વર્ષથી દારૂબંધી છે. કોઇ દારૂ પીતું નથી. જે પરિવારમાં દારૂ પીવાતો હોય ત્યાં દીકરી આપવી નહીં એવો નિર્ણય અગાઉ લેવાયેલો છે.

વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે જે નિર્ણયો લીધા છે. તેમાં લગ્ન પ્રસંગોએ કે અન્ય શુભ પ્રસંગોએ ડીજે વગાડી શકાશે નહીં. નવરાત્રી વખતે સાઉન્ડ વગાડી શકાશે,લગ્ન પ્રસંગે વરઘોડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ઓઢણી પ્રસંગે માત્ર મહિલાઓએ જ જવું, પુરુષોને જવા પર પ્રતિબંધ. મરણ પ્રસંગે સોળ લઇ જવાની પ્રથા પર પ્રતિબંધ. લગ્નમાં ઓઢમણા પ્રથા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગોમાં જુગાર રમવા પર પ્રતિબંધ.

80 ગામના લોકો માટે આ મહત્ત્વનો નિર્ણય છે. પ્રમુખે કહ્યું કે, બધા ગામના પ્રમુખો સાથે પહેલા બેઠક થઇ હતી, તેમની સાથે ચર્ચા કર્યા પછી હવે સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp