ગુજરાતના પૂર્વ CMની વહુનો સુરતમાં મોબાઇલ છિનવાયો,લૂંટારા બાઇક પર આવેલા

PC: navbharattimes.indiatimes.com

સુરતના જોગસ પાર્ક પાસેથી પસાર થઇ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યંમત્રીની પુત્રવધુ અને કોંગ્રેસના ધારાસભ્યના પત્નીનો મોબાઇલ છીનવાઇ જવાની ઘટનાએ ખળભળાટ મચાવી મુક્યો છે.પોલીસ મોબાઇલ લૂંટારાને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે. CCTV તપાસવામાં આવી રહ્યા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રવધૂ અને  કોંગ્રેસના ધારાસભ્યની પત્ની પાસેથી મોબાઈલ છીનવાઈ જવાની ઘટના સામે આવી છે. આ હાઈપ્રોફાઈલ લૂંટની ધારાસભ્યએ પોલીસમાં મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ આપી છે. પોલીસે બાઇક પર આવેલા લૂંટારાઓને શોધવા માટે CCTV ફુટેજ તપાસી રહી છે.

ગુજરાતના સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. ધારાસભ્યની પત્નીના મોબાઈલની લૂંટનો તાજો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા જોગર્સ પાર્ક નજીકથી પસાર થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યની પત્નીનો બાઇક પર આવેલા લૂંટારાઓએ મોબાઈલ ફોન છીનવી લીધો હતો. ધારાસભ્યની પત્નીના મોબાઈલની લૂંટની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે.

ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્નીના મોબાઇલ લૂંટની ફરિયાદ નોંધાવી છે. તુષાર ચૌધરીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે.MBBSની ડિગ્રી મેળવનારા તુષાર ચૌધરી બે વખત સાંસદ રહેવાની સાથે કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

પૂર્વ સીએમના પુત્રવધૂ અને ધારાસભ્ય તુષાર ચૌધરીના પત્ની ડો. દિપ્તીબેન ચૌધરી સાથે મોબાઇલ લૂંટની ઘટના જોગર્સ પાર્ક પાસે બની હતી. બાઇક પર આવેલા યુવકે મોબાઇલ આંચકી લીધો હતો અને થોડીવારમાં ભાગી ગયો હતો. મોબાઈલ લૂંટની આ ઘટના બાદ પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી લૂંટારુઓને પકડવા પ્રયાસ કરી રહી છે.

ધારાસભ્યએ આ ઘટનાની જાણ પોલીસને તો કરી જ છે, પરંતુ તેમણે સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સાથે પણ વાત કરી છે. જાણવા મળેલી વિગત મુજબ પોલીસ કમિશ્નર તોમરે ઉમરા પોલીસ સ્ટેશનના મોબાઇલ સ્નેચરને તાકીદે પકડવાની સુચના આપી છે.

ભરબપોરે ધારાસભ્યની પત્ની સાથે મોબાઈલની લૂંટની ઘટના ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહે છે કે સુરત પોલીસ આ કેસમાં લૂંટારુઓને પકડી શકે છે કે કેમ. પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા અને મોબાઈલ છીનવનાર યુવકને શોધી કાઢવા CCTV ફૂટેજની મદદ લઈ રહી છે. થોડા દિવસો પહેલા શહેરના કાપોદ્રા વિસ્તારમાં પણ એક યુવક પાસેથી મોબાઈલ છીનવી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp