બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને SCએ લીધી આડેહાથ, 14 વર્ષની સજા...

PC: moneycontrol.com

ગુજરાત દંગાઓ સાથે જોડાયેલા બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટ સવાલ ઊભા કર્યા છે. બિલકિસ બાનો કેસમાં દોષીઓને મુક્ત કરવા પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, આ દોષીઓને મોતની સજા બાદ વાળો દંડ કે આજીવન કેદની સજા મળી હતી. એવામાં તેઓ 14 વર્ષની સજા ભોગવીને કેવી રીતે મુક્ત થયા? ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું કે, 14 વર્ષની સજા બાદ મુક્તિની રાહત બાકી કેદીઓને કેમ ન મળી? ગુજરાત સરકારે ચૂંટણી અગાઉ બિલકિસ કેસના 11 દોષીઓને મુક્ત કરી દીધા હતા.

ત્યારબાદ ખૂબ મોટો હોબાળો ઊભો થયો હતો. ત્યારે ગોધરાના ભાજપના ધારાસભ્યએ સંસ્કારી બ્રાહ્મણ કહીને તેમનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગારત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે પોતાની મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, જેલો કેદીઓથી ભરેલી પડી છે તો તેમને સુધરવાનો અવસર કેમ ન આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, બિલકિસના દોષીઓ માટે જેલ એડવાઇઝરી કમિટી કયા આધાર પર બની? એડવાઇઝરી કમિટીની જાણકારી આપો.

કોર્ટે સરકારને પૂછ્યું કે, જ્યારે ગોધરાની કોર્ટે ટ્રાયલ ન કર્યું તો તેની પાસે મંતવ્ય કેમ માગવામાં આવ્યા? બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી હવે 24 ઑગસ્ટે થશે. ગુજરાત સરકાર તરફથી ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એવી રાજૂએ કોર્ટને જણાવ્યું કે, રાજ્ય સુપ્રીમ કોર્ટના 13 મેના નિર્ણયનું પાલન કરવા માટે બાધ્ય છે જે દોષીઓમાંથી એક રાધેશ્યામ ભગવાનદાસ શાહના કેસમાં પાસ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યને નિર્ણય લેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, રાજ્યએ દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 432 હેઠળ છૂટની પ્રક્રિયાનું પાલન કર્યું અને 3 જૂનના રોજ ગોધરા કોર્ટના પીઠાસીન ન્યાયાધીશનું મંતવ્ય લેવામાં આવ્યું અને એક જેલ સલાહકાર સમિતિની રચના કરી, જેણે સ્થાનિક પોલીસના મંતવ્ય પર વિચાર કર્યો. જેલ અધિક્ષક અને નીચલી કોર્ટના ન્યાયાધીશે ગયા વર્ષે 10 ઑગસ્ટે કેદીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી.

વર્ષ 2002માં ગોધરા દંગાઓ દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ થયો હતો. તેના પરિવારના 7 લોકોની હત્યા થઈ હતી. આ કેસમાં 11 લોકો દોષી સાબિત થયા હતા, પરંતુ ગયા વર્ષે 15 ઑગસ્ટ 2022ના રોજ ગુજરાત સરકારની એક કમિટીના રિપોર્ટ બાદ આ બધા દોષીઓને સમય પહેલા જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ દોષીઓની મુક્તિ પર તેમનું ફૂલ-માળાઓથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ દોષીઓની મુક્તિ પર બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની નિયમિત સુનાવણી થઈ રહી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp