ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ મળશે કે નહીં? પાટીલે આપ્યા સંકેત

On

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાંથી ગુજરાત ફર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મીડિયાને સંબોધિત કરી હતી. આ અવસર પર CR પાટીલે ગુજરાતની મોટી જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું. CR પાટીલે કહ્યું કે, ગુજરાતમાં મોદી મેજિક ચાલ્યું. રાજ્યના લોકોએ તેમના ઉપર ફરી એક વખત પોતાનો અતૂટ વિશ્વાસ બનાવી રાખ્યો.

જેના કારણે પાર્ટી સત્તા વિરોધી લહેરી જેવી વસ્તુને સાઇડ પર કરીને જીતી. CR પાટીલે હુંકાર ભરતા કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણીમાં પાર્ટી અન્ય ઘણા રેકોર્ડ બનાવવા જઇ રહી છે. આ અવસર પર CR પાટીલને પૂછવામાં આવ્યું કે, ભાજપે ખૂબ સીટો જીતી છે. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી છે, એવામાં મજબૂત વિપક્ષ માટે વિધાનસભામાં તેમને નેતા વિપક્ષ પદ મળશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવું જોઇએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષ લેતો નથી.

વિપક્ષે પોતે તેના માટે મહેનત કરવાની હોય છે અને મહેનત કરીને મજબૂત બનવાનું હોય છે. CR પાટીલે સીધી રીતે કશું જ નહીં, પરંતુ તેમણે પાર્ટીની લાઇન સ્પષ્ટ કરી દીધી. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને ધારાસભ્ય દાળના નેતા અને શૈલેષ પરમારને ઉપ નેતા બનાવ્યા છે. અમિત ચાવડા બુધવારે શપથ ગ્રહણ કરી શકે છે. કોંગ્રેસ નેતા વિપક્ષ પર પદ માટે દાવો નહીં કરી શકે.

એવામાં હવે બૉલ વિધાનસભા અધ્યક્ષના હાથમાં છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને વિપક્ષ નેતાનો દરજ્જો આપે છે કે નહીં. CR પાટીલના નિવેદન બાદ હવે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાવિહીન હશે. તેની સંભાવના વધી ગઇ છે. કોંગ્રેસને નેતા વિપક્ષનો દરજ્જો મળવાની સંભાવના ત્યારે ઓછી થવા લાગી હતી, જ્યારે નેતા વિપક્ષના બંગ્લાને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરને ફાળવી દેવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એમ પહેલી વખત થશે, જ્યારે લાંબા સમય માટે વિધાનસભામાં કોઇ પણ નેતા વિપક્ષ નહીં હોય.

રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષોથી વિપક્ષમાં છે. તેઓ અત્યાર સુધી નેતા વિપક્ષમાં રહેતી હતી, પરંતુ આ વખત નહીં થાય. જ્યારે વિધાનસભાના નેતા વિપક્ષ વિહીન રહેશે. છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસ તરફથી 9 નેતાઓને નેતા વિપક્ષ બનવાનો અવસર મળ્યો. તેમાં અમર સિંહ ચૌધરી, નરેશ રાવલ, અર્જૂન મોઢવાડિયા, શક્તિ સિંહ ગોહિલ, શંકર સિંહ વાઘેલા, મોહન રાઠવા, પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાના નામ સામેલ છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.