પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું કે હકાલપટ્ટી કરવામાં આવી?

PC: indiatoday.in

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને મોટું માથું ગણાતા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ બધા પદો પરથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લાં એક સપ્તાહથી  પ્રદિપસિંહના રાજીનામાની ચર્ચા ચાલતી હતી અને PM મોદીની મુલાકાત પછી તેમણે રાજીનામું આપી દીધું છે અને  પ્રદેશ ભાજપે રાજીનામું સ્વીકારી પણ લીધું છે. જો કે, રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રદેશ મહામંત્રીએ રાજીનામું આપ્યું કે પછી તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે? સૂત્રોએ કહ્યુ હતું કે હાઇકમાન્ડે પ્રદિપસિંહને કમલમમાં પગ મુકવાની ચોખ્ખી ના પાડી છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી ઉત્તર ગુજરાતના મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપ યુવા મોર્ચાનો નેતા રહી ચુકેલા પ્રદિપસિંહ વાઘેલા ઘણા સમયથી ગુજરાતના પ્રદેશ મંહામંત્રી હતા અને તેમને દક્ષિણ ગુજરાતના સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રદિપસિંહ ગાંધીનગરમાં ભાજપની કમલમ ઓફીસમાં બેસીને કામકાજ કરતા હતા. જો કે સૂત્રોનું કહેવું છે કે, પ્રદિપસિંહ કમલમમાં બેસીને ભાજપનું કામ કરવાને બદલે પોતાનો જ વહીવટ કરતા હતા.

પ્રદિપસિંહ વાઘેલા સામે ગુજરાત યુનિવર્સિટીથી માંડીને સાણંદની જમીન પચાવી પાડ્યાનો આરોપ પણ લાગ્યો હતો. આખરે હાઇકમાન્ડના ધ્યાન પર આ વાત આવી હતી અને તેમણે આખરે રાજીનામું આપી દેવાની નોબત ઉભી થઇ છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી ઉત્તર ગુજરાતના મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં છેલ્લાં કેટલાંક દિવસોથી પત્રિકાનું આતંરિક યુદ્ધ શરૂ થયું છે. પ્રદિપસિંગ વાઘેલા સામે પણ પત્રિકા ફરતી થઇ હતી અને તેમાં તેમની પર ભ્રષ્ટાચારના આરોપ મુકવામાં આવ્યા હતા.

હજુ 4 મહિના પહેલા ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી મધ્ય ગુજરાતના મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટને પણ હટાવી દેવાયા હતા. વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટનાથી ભાજપ સરકારનું નામ ખરાબ થયું હતું. ઉપરાંત ભાર્ગવ ભટ્ટ તંત્રની કામગીરીમાં ચંચૂપાત કરતો હોવાના અને તોફોનીઓને પીઠબળ પુરુ પાડતા હોવાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો.

 કારણો ગમે તે હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણ સામે આવી રહી છે અને મોટા માથાઓએ રાજીનામા આપવા પડી રહ્યા છે.પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામાની  ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. હવે તેમણે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp