BJP MLAએ કહ્યું- સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, હું સોખડા...

PC: fatesinh chauhan

સારંગપુર મંદિર પરિસરમાં આવેલી બજરંગબલીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવામાં આવ્યા છે. જો કે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ રહેલા છે. સારંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો કહી રહ્યા છે. થોડા દિવસો અગાઉ સારંગપુરમાં વિવાદ વકર્યો હતો. બજરંગબલીને સ્વામી નારાયણના ભક્ત બતાવાતા વિવાદ ઉત્પન્ન થઈ ગયો હતો.

હવે સ્વામી નારાયણ સંપ્રદાયને લઈને કાલોલના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી. હું એક વખત સોખડા ગયો હતો. સત્સંગમાં મેં કહ્યું કે, તમે સદ્વગુરુના માણસો છો, એકે કહ્યું ના. કેમ? જન્મ ક્યાંથી થયો. જેને જેને સદ્વગુરુનો દોષ લાગ્યો, એ ધરતી પર રહ્યા નથી. આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી. સ્વામિનારાયણ સંસ્થા છે. કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યભિચારી. રોજ સમાચાર આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અનેક મંદિરોમાં ઝઘડા થયા છે. આપણા દેવી-દેવતાઓના નામ પર સંપ્રદાય ચલાવે છે. અભણ લોકોને કહે છે, સહજાનંદ સ્વામી આખા બ્રહ્માંડના માલિક છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાય સંપ્રદાયને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દેવી-દેવતાઓ વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે.

વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપણો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp