ડૂબતા છોકરાઓને બચાવવા BJP ધારાસભ્યએ દરિયામાં કૂદીને ત્રણ જીવ બચાવ્યા

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતના રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ બુધવારે (31 મે) પટવા ગામમાં ત્રણ છોકરાઓને દરિયામાં ડૂબતા બચાવ્યા હતા. દરિયામાં ન્હાવા ગયેલા યુવકોને બચાવવા માટે ધારાસભ્યએ ઉંડા પાણીમાં ઝંપલાવ્યું હતું, જેના કારણે ત્રણ યુવકોના જીવ બચી ગયા હતા. જોકે, એક યુવકનું મોત થયું હતું.

મામલો રાજુલાના પટવા ગામનો છે. જ્યાં બુધવારે બપોરે ચાર યુવકો દરિયાની ખાડીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન તે ઊંડા પાણીમાં નીકળી ગયા હતા અને ડૂબવા લાગ્યા. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક આ અંગે રાજુલાના BJPના ધારાસભ્ય હીરા સોલંકીને જાણ કરી હતી. ધારાસભ્ય સોલંકીને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડૂબતા યુવકોને બચાવવા બોટની મદદથી દરિયામાં કૂદી પડ્યા હતા.

ધારાસભ્યએ ઘટનાસ્થળે હાજર લોકોની મદદથી સમયસર ત્રણ યુવાનોને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જ્યારે તેમાંથી એકનું ડૂબી જવાથી મોત થયું હતું. યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો, તેને શોધવા માટે 2 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી ચોથા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ખરેખર કલ્પેશ શિયાળ, વિજય ગુજરિયા, નિકુલ ગુજરિયા અને જીવન ગુજરિયા બુધવારે બપોરે પટવા ગામ પાસે દરિયા કિનારે ન્હાવા ગયા હતા. ધારાસભ્યની સમજદારીના કારણે સમયસર ત્રણ યુવાનોના જીવ બચી ગયા હતા. જ્યારે જીવન ગુજરિયા નામના છોકરાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જે રીતે BJPના ધારાસભ્યએ આ છોકરાઓને બચાવવા માટે ઝડપથી મદદ માટે આવ્યા અને જીવની પરવા કર્યા વિના પાણીમાં કૂદી પડ્યા, સોશિયલ મીડિયા પર આ કાર્યથી તેમના વખાણ થઈ રહ્યા છે.

BJPના ધારાસભ્ય હીરા સોલંકીએ આવું પરાક્રમ પહેલીવાર કર્યું નથી. આ પહેલા પણ વર્ષ 2018માં તેણે આ જ પાણીમાં ડૂબતા એક યુવકને બચાવ્યો હતો. સાથે જ આજે પણ તેણે પોતાના જીવની પરવા કર્યા વિના ઊંડા પાણીમાં કૂદીને યુવકને સુરક્ષિત બચાવી લીધો હતો.

હીરા સોલંકી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 2007માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારપછી 2012ની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા, પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હીરા સોલંકી કોંગ્રેસના અંબરીશ ડેરથી હારી ગયા હતા. હીરા સોલંકીએ 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરને હરાવીને ફરીથી સીટ પોતાના નામે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp