વાવાઝોડા ‘બિપરજોય’ને રોકવા ભાજપના MLA પ્રધુમનસિંહ જાડેજાએ દરિયાકાંઠે હવન કરાવ્યો

PC: navbharattimes.indiatimes.com

‘બિપરજોય’ વાવાઝોડું હજુ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર છે પરંતુ તેની અસર દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં જોવા મળી રહી છે. જેમ જેમ બિપરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ તંત્રની તૈયારીઓની સાથે સાથે પૂજા, દુઓ પણ કરવામાં આવી રહી છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે 1999ની જેમ સમુદ્ર દેવતાઓ આપણને વિનાશથી બચાવે.

લોકો પ્રાથર્ના કરી રહ્યા છે કે, 1999ની જેમ, બિપરજોય વાવાઝોડું છેલ્લી ઘડીએ પોતાનો રૂટ બદલીને કરાચી તરફ વળી જાય. બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે,  તેમ તેમ તંત્રનીતૈયારીઓની સાથે દુઆ, પ્રાર્થનાનો પણ સમયગાળો ચાલી રહ્યો છે. બિપરજોય કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી ધારણા વ્યકત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, કચ્છ જિલ્લાના લખપત, અબડાસા અને માંડવી તાલુકાઓમાં મોટું નુકસાન થવાની સંભાવના છે, જોકે 11 અને 12 જૂને  વાવાઝોડું Extremely severe cyclone ની શ્રેણીમાં હતું જે 13 જૂને Very severe cyclone શ્રેણીમાં આવ્યું છે.

સામાન્ય લોકો દ્વારા સમુદ્ર દેવની પૂજા અને  કામનાની સાથે અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ હવે સમુદ્ર દેવની શાંતિ માટે હવન કર્યો છે. અગાઉ તેમણે જખૌ બંદરના કિનારે પહોંચ્યા બાદ પૂજા કરી હતી. ત્યારે તેઓ કચ્છ કુળદેવી મા આશાપુરા મંદિરથી નાળિયેર લઈને જખૌ પહોંચ્યા હતા. લોકો વહીવટીતંત્ર સાથે સંકલન કરવાની સાથે જાડેજા સમુદ્ર દેવની પણ પૂજા કરી રહ્યા છે.ભાજપના ધારાસભ્યને વિશ્વાસ છે કે પૂજા- હવનની અસર પડશે.

લોકોની સમુદ્ધ દેવતામાં અતુટ શ્રધ્ધા છે. તેઓ માત્ર અત્યારે જ પૂજા કરી રહ્યા છે એવું નથી, પરંતુ સામાન્ય દિવસો પણ દરિયાદેવની પૂજા કરતા હોય છે. હવે જોવાનું એ રહે છે કે અગાઉની જેમ વાવાઝોડું તેની દિશા બદલી નાંખે છે કે પછી ટકરાશે. અગાઉ જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે દિશા બદલી નાંખી હતી તેને કારણે માત્ર અબડાસાને જ નુકશાન થયું હતું, જ્યારે બાકીનું કચ્છ બચી ગયું હતું.

અબડાસા જિલ્લાના વિધાનસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગઈ કાલે દરિયાદેવની પૂજા કરી હતી અને ખમૈયા કરવાની વિનંતી કરી હતી. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે દરિયાનું પૂજન આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. પોતાના વિકરાળ રૂપને એ શાંત કરે અને કોઈ જાતના જાનમાલને નુકસાન ન કરે એવા હેતુથી મેં દરિયાદેવની પૂજા કરી હતી. પ્રદ્યુમનસિંહે દરિયાદેવને અગરબત્તી અને દીવો કર્યાં હતાં અને ફૂલ સાથે લાલ રંગનું કપડું પણ દરિયામાં પધરાવ્યું હતું.

પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા. એ પછી લગાતાર ભાજપની ટિકિટ પર તેઓ જીતી રહ્યા છે. જાડેજા પોતાના વિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે.તેઓ એકદમ સરળ બનીને લોકોની વચ્ચે રહેતા હોય છે. કચ્છમાં સૌથી ભયાનક તોફાન 1998માં આવ્યું હતું જે કચ્છના દરિયાકાંઠે ટકરાયું હતું. એ પછી 1999માં ફરી વાવાઝોડું આવ્યું ત્યારે છેલ્લી ઘડીએ વાવાઝોડું દિશા બદલીને કરાંચી તરફ ડાયવર્ટ થયું હતું અને ત્યાં જ લેન્ડફોલ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp