ગુજરાત ચૂંટણીમાં કાંધલ જાડેજાએ 7 લાખ ખર્ચ કર્યો, BJPના આ MLAએ 38 લાખ ખર્ચ્યા

PC: thehindu.com

ડિસેમ્બર 2022માં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા ઉમેદવારે કેટલી રકમ ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરી. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રીફોર્મ્સ (ADR) અને ગુજરાત ઇલેક્શન વૉચના એક રિપોર્ટ મુજબ આ જાણકારી આપવામાં આવી છે. તેમાં સામે આવ્યું કે, ચૂંટણીમાં સૌથી વધુ રકમ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નિઝરથી ઉમેદવાર રહેલા જયરામ ગામીતે ખર્ચ કરી. તો સૌથી ઓછી રકમ આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટથી જીતેલા ભૂપેન્દ્ર ભયાણીએ ખર્ચ કર્યો. જયરામ ગામીતે 38.6 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તો આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી જીતેલા ભૂપેન્દ્ર ભાયાણીએ 12.4 લાખ રૂપિયા ખર્ચ કર્યા.

(જયરામ ગામીત-ભાજપ ધારાસભ્ય)

સૌથી વધુ ખર્ચ કરનારા ટોપ-5 ઉમેદવાર:

જયરામ ગામીત- નિઝર, 38.6 લાખ રૂપિયા

લક્ષ્મણજી ઠાકોર- કાલોલ, 37.8 લાખ રૂપિયા

કિરીટ સિંહ ડાભી- ધોળકા, 36 લાખ રૂપિયા

સંજય કોરડિયા- જુનાગઢ, 35.8 લાખ રૂપિયા

પબુભા માણેક- દ્વારકા, 35.6 લાખ રૂપિયા

સૌથી ઓછા ખર્ચ કરનારા ટોપ-5 ઉમેદવાર:

કાંધલ જાડેજા- કુટિયાણા, 6.9 લાખ રૂપિયા

અમિત ચાવડા- આંકલાવ, 9.3 લાખ રૂપિયા

ઉમેશ મકવાણા- બોટાદ, 9.6 લાખ રૂપિયા

સુધીર વાઘાણી, ગારિયાધાર, 12.2 લાખ રૂપિયા

ભૂપેન્દ્ર ભાયાણી- વિસાવદર, 12.4 લાખ રૂપિયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જીતેલા ધારાસભ્યોએ એવરેજ 27.1 લાખ રૂપિયાની રકમ ખર્ચ કરી. આ કુલ નિર્ધારિત ચૂંટણી ખર્ચ 40 લાખ રૂપિયાના 68 ટકા છે. વર્ષ 2022ની ચૂંટણી માટે ચૂંટણી પંચે મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા 40 લાખ નિર્ધારિત કરી હતી. સર્વોચ્ચ રકમ ખર્ચ કરનારા ધારાસભ્યોની લિસ્ટમાં બધા ભાજપમાંથી છે. જ્યારે 10 લાખથી ઓછા ખર્ચ કરનારા ધારાસભ્યોની લિસ્ટમાં 4 ભાજપના, 3 આમ આદમી પાર્ટીના અને એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક્સ રીફોર્મ્સ અને ગુજરાત ઇલેક્શન વોચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 13 ટકા ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં ખર્ચની સીમા 50 ટકાથી ઓછો ખર્ચ કર્યો, જ્યારે ભાજપના ધારાસભ્યોએ ખર્ચની સીમાનો એવરેક 69.9 ટકા ખર્ચ કર્યો.

પાર્ટી વાર એવરેજ ચૂંટણી ખર્ચ પર નજર નાખતા કહેવામાં આવ્યું છે પાર્ટી વાર એવરેજ ચૂંટણી ખર્ચથી ખબર પડે છે કે, ભાજપના 156 ધારાસભ્યોના એવરેજ ખર્ચ 27.94 લાખ રૂપિયા છે જે ખર્ચની સીમાની 69.9 ટકા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી જીતનાર કોંગ્રેસના 17 ધારાસભ્યોનો એવરેજ ચૂંટણી ખર્ચ 24.92 લાખ રૂપિયા છે. ખર્ચની સીમાન 62.3 ટકા છે જ્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોનો એવરેજ ચૂંટણી ખર્ચ 15.63 લાખ રૂપિયા છે, જે વ્યય સીમાના 39.1 ટકા છે.

તેણે એવું પણ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્યનો ચૂંટણી ખર્ચ 6.87 લાખ રૂપિયા છે જે ખર્ચની સીમાના 17.2 ટકા છે અને 3 અપક્ષ ધારાસભ્યોએ 21.59 લાખ રૂપિયા ખર્ચ કર્યા. જે ખર્ચની સીમાના 54 ટકા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસ 17 સીટો પર સમેટાઇ ગઈ હતી. આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી. અપક્ષના ફાળે 3 સીટો ગઈ અને સમાજવાદી પાર્ટીએ એક સીટ જીતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp