કેનેડામાં ગુજરાતી યુવકની લાશ મળી, ઓસ્ટ્રેલિયામાં યુવતીનું મોત, બંને પાટીદાર

PC: trishulnews.com

પાટીદાર સમાજ માટે શોકીંગ ન્યૂઝ સામે આવ્યા છે. કેનેડામાં રહેતા પાટીદાર સમાજના એક યુવાનની તળાવમાંથી લાશ મળી છે તો ઓસ્ટ્રેલિયામાં રહેતી પાટીદાર સમાજની યુવતીનું રોડ અકસ્માતમાં મોત થયુ છે. પાટીદાર સમાજના આશાસ્પદ યુવક અને યુવતીના મોતને પગલે પરિવાર અને સમાજમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

અનેક આશાઓ અને શમણાંઓ સાથે પરિવારના લોકો તેમના સંતાનોને વિદેશ મોકલતા હોય છે, પરંતુ ઘણી વખત આ સપનાઓ વેરણ છેરણ થઇ જતા હોય છે.  કેનેડાના ટોરન્ટોમાં 3 દિવસ પહેલો ગુમ થયેલા મુળ આમદાવાદના હર્ષ પટેલની એક તળાવમાં લાશ મળી છે. અમદાવાદનો આ પાટીદાર યુવાન હજુ દોઢેક વર્ષ પહેલાં જ કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો.

હર્ષના કેનેડાના સાથી મિત્રોઓ કહ્યું હતું કે, એસાઇન્મેન્ટ માટે જાઉં છું એવું કહીને હર્ષ પટેલ ગયો હતો એ પછી પાછો નહોતો ફર્યો. કેનેડા હર્ષનો મૃતદેહ લેવા ગયેલા તેના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હર્ષ કેનેડામાં PGનો અભ્યાસ કરવા માટે ગયો હતો અને મિત્રો સાથે રહેતો હતો. હર્ષનું પરિવાર આર્થિક રીતે સક્ષમ છે એટલે કોઇ ફાયનાન્શીઅલ પ્રોબ્લેમ પણ નહોતો, હર્ષ ભણવામાં પણ હોંશિયાર હતો અને તેને કોઇ પણ જાતનું વ્યસન પણ નહોતું. હર્ષ જ્યારે પાછો નહોતો આવ્યો ત્યારે મિત્રોને ચિંતા થઇ હતી અને પોલીસને ફરિયાદ કરી હતી. હર્ષને કાર ડ્રાઇવર જયા છોડીને ગયો હતો તે વિસ્તારની આજુબાજુમાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને તળાવમાંથી હર્ષની લાશ મળી હતી. બોડીની ઓળખ માટે ફિગર પ્રિન્ટ કરાવ્યા પછી કન્ફર્મ થયું હતું કે તે હર્ષ પટેલની જ લાશ છે.

બીજી એક ઘટનાની વાત કરીએ તો મુળ ગુજરાતની રિયા પટેલ હજુ બે મહિના પહેલાં જ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ગઇ હતી. જાણવા મળેલી વિગત મુજબ 20 વર્ષની રિયા પટેલ તેના મિત્રો સાથે સિડનીથી વોલોન્ગોંગ બાય રોડ જઇ રહી હતી ત્યારે ડ્રાઇવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર આખી ઉંધી વળી ગઇ હતી અને તેમાં રિયાનું મોત થયું હતું.

ઓસ્ટ્રેલિયામાં રહેતા રિયાના પિતરાઇ ભાઇ શૈલેષ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક રિયા જે કારમાં જઇ રહી હતી તે ઉંધી વળી ગઇ હતી. અકસ્માતમાં ડ્રાઇવર અને અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, પરંતુ રિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. રિયાની ડેડ બોડીને ભારત લાવવા માટે શૈલેષ પટેલે ઓસ્ટ્રેલિયામાં ફંડ એકઠું કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp