દાહોદમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે અડધી રાતે સામસામે થઇ ફાયરિંગ

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે છતાં દારૂ તસ્કરો બેફામ છે. બુટલેગરોની ફરી એક વખત ગુંડાગર્દી સામે આવી છે. દાહોદ જિલ્લામાં બુટલેગરોએ નીડર થઇને ગુજરાત પોલીસની વિજિલેન્સની ટીમ પર જોરદાર ફાયરિંગ કરી હતા. પોલીસે બચાવમાં મોરચો સંભાળ્યો. બુટલેગરો અને પોલીસ વચ્ચે થયેલી ગોળીબારીમાં કોઇ જાનહાનિ તો નથી થઇ, પરંતુ દાહોદમાં ડરનો માહોલ બની ગયો હતો. બંને તરફથી 11 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી. તેમાં 7 રાઉન્ડની ફાયરિંગ બુટલેગરોએ કરી તો વિજિલેન્સની ટીમે 4 રાઉન્ડ ફાયરિંગ કરી.

પોલીસે આ સમગ્ર મામલે 23 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દાહોદ જિલ્લામાં સ્થિત દેવગઢ બારિયા તાલુકાના સાગતલા ગામથી ઘટનાની શરૂઆત થઇ. ગુજરાત-મધ્ય ગુજરાતની સમયથી રાજ્યમાં દારૂ લાવી રહેલા બુટલેગરોએ પોલીસકર્મીઓના વાહનથી કચડવાનો પ્રયત્ન પણ પર્યો. દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક જગદીશ બાંગડવાએ કહ્યું કે, બંને તરફથી હવામાં ગોળીઓ ચલાવવામાં આવી અને પછી ગેંગના લોકો ઘટનાસ્થળ પરથી ભાગી ગયા.

ત્યારબાદ રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની એક ટીમે બુટલેગરો દ્વારા ઉપયોગ કરાયેલા વાહનોમાંથી એકને રોકી લીધું. તેમણે કહ્યું કે, SMCની ટીમ મંગળવારની રાત્રે બુટલેગરોને પકડવા માટે સાગતલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં નજર રાખી રહી હતી. પોલીસ અધિક્ષકે કહ્યું કે, જ્યારે ટીમે એક શંકાસ્પદ વાહનને ઊભા રહેવા કહ્યું તો તેમાં સવાર લોકોએ ગોળીઓ ચલાવી દીધી.

તેમણે હવામાં ગોળીબારી કરી, ત્યારબાદ SMC અધિકારીઓએ જવાબી કાર્યવાહી કરી. ગોળીબારીમાં કોઇ ઇજાગ્રસ્ત થયું નથી. આ ઘટનામાં ભીખા રાઠવાનું નામ સામે આવી રહ્યું છે. ASPએ કહ્યું કે, ગેંગના લોકો ભાગી ગયા, પરંતુ પોલીસે તેમની ગાડી જપ્ત કરી લીધી છે. જેમાં SMCના એક વાહનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 307 (હત્યા પ્રયાસ) અને શસ્ત્ર અધિનિયમ હેઠળ સાગતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ રહી છે.

SMC ગુજરાત પોલીસની એક શાખા છે, જેને ગુજરાત નિષેધ અધિનિયમ (સંશોધિત) 2017 અને જુગાર નિયંત્રણ અધિનિયમ 1887 લાગૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેની જવાબદારીઓમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, દારૂ રાખવો, તેનું પરિવહન, આયાત વગેરે સાથે-સાથે ગેરકાયદેસર જુગાર જેવી ગતિવિધિઓના સંબંધમાં લોકોને પ્રાપ્ત જાણકારીની પુષ્ટિ કરવાનું અને આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp