ઓલપાડમાં ખેડૂતને ધમકી આપીને ખેતરનો રસ્તો બંધ કરીને 5 લોકોની દાદાગીરી

PC: divyabhaskar.co.in

ઓલપાડના બરબોધન ગામે ખેતીની જમીનમાં કમ્પાઉન્ડ ગેટ મૂકવાની બાબતે ખેડૂતને ગામના જ રહેવાસી 5 લોકોએ જાતિ વિષયક ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ઓલપાડ પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઓલપાડ તાલુકાના બરબોધન ગામે રહેતા અમરતભાઈ બાલુભાઈ ચૌહાણ (ઉંમર 56 વર્ષ) ખેતી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે કરે છે. તેમણે બરબોધન ગામે આવેલા બ્લોક નંબર-1199વાળી 3 વીઘા જમીનમાં 6-7 ફૂટ ઊંચી દીવાલ આવવા-જવા માટે બનાવી સરકારી રસ્તા પાસે લોખંડનો ગેટ મૂક્યો હતો.

તેમણે 20 દિવસ અગાઉ આ જમીનમાં આંબાની કલમોનું રોપણ કર્યુ હતું. ગત 2 જુલાઇ, રવિવારના રોજ ખેડૂત અમરતભાઈ ચૌહાણને બરબોધન ગામના નિશાળ ફળિયામાં રહેતા બ્રિજેશ પટેલે ફોન કરીને જણાવ્યું હતું કે, તમે તમારા ખેતરમાં આવો ગેટ કેમ મૂક્યો છે તે બાબતે વાત કરવી છે. ત્યારબાદ બરબોધન ગામના જ રહેવાસી બ્રિજેશ પટેલ, પરાગ પટેલ, ભાવેશ પટેલ, હિતેશ પટેલ અને શૈલેષ પટેલ અમરત ચૌહાણના ખેતર પર જઇ પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમે ગેટ ખોટી રીતે મૂક્યો છે જેથી તમે ગેટ બંધ કરી દો નહીં તો અમે આ ગેટ બંધ કરી દઇશું કહી ધમકી આપી હતી.

7 જુલાઇના રોજ અમરતભાઈ જ્યારે ખેતરમાં ગયા ત્યારે ત્યાં લોખંડની એંગલ બનાવીને ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ખેતરમાં 20-25 આંબાઓને નુકસાન કર્યુ હતું. આ ઘટના અંગે ખેતર માલિક અમરત ચૌહાણે પોલીસ સ્ટેશનમાં ગામના જ ઉપરોક્ત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

FIRમાં ફરિયાદી અમરતભાઇ ચૌહાણે જણાવ્યું કે, તેઓ ખેતી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. બરબોધન ગામે 1177વાળી લગભગ 3 વીઘા જમીન તેણે વર્ષ 2011માં ખરીદી હતી. હાલમાં આ જમીન પોતાની માલિકીની છે. જમીનની ફરતે 6-7 ફૂટ ઊંચી દીવાલ બનાવી છે, જે કમ્પાઉન્ડ દીવાલનું કામ હાલમાં પૂર્ણ થઈ ગયું છે અને આ જમીનમાં આવવા જવા માટે સરકારી રસ્તા પાસે લોખંડનો ગેટ મૂક્યો છે.

FIRમા જણાવેલી વિગત મુજબ અમરતલાલ ચૌહાણે કહ્યું હતું કે, તેમણે 2011મા 3 વીઘા જમીન ખરીદી હતી, જેમાં તેમણે 6-7 ફૂટ ઊંચી કમ્પાઉન્ડ દિવાલ બનાવેલી હતી અને જમીન પર આવવા-જવા માટે સરકારી રસ્તા પાસે લોખંડનો ગેટ મૂક્યો હતો અને જમીન પર 20 દિવસ પહેલા જ આંબાની કલમ રોપી હતી. 2 જુલાઈએ સવારે નિશાળ ફળિયામાં રહેતા બ્રિજેશ પટેલનો ગણપતલાલને ફોન આવ્યો હતો કે, તમે તમારા ખેતરે આવો ગેટ વિશે વાત કરવી છે, ત્યાર બાદ ગણપતલાલ તેમના ભત્રીજા સાથે ખેતરના ગેટ પાસે ગયા હતા, જ્યાં બ્રિજેશ પટેલ ચાર લોકો સાથે ઉભો હતો અને ગાડી પરથી ઉતરીને તેમને કહેવા લાગ્યો હતો કે તમે આ દેટ ખોટી રીતે મૂક્યો છે આ ગેટ બંધ કરી દો આ રસ્તો તમારા માટે નથી, આ રસ્તા પર આવવા-જવાનું બંધ કરી દો નહિતર અમે આ ગેટ બંધ કરી દઈશું અને પછી બ્રિજેશ પટેલ ગાળાગાળી કરવા લાગેલો. પણ ગણપતલાલે કહી દીધું હતું કે, આ રસ્તો સરકારી છે અને ગેટ અમે બંધ કરવાના નથી, તો બ્રિજેશ પટેલ અને તેની સાથીદારો કહેવા લાગ્યા કે 3 દિવસમાં ગેટ બંધ ન કર્યો તો અમે બંધ કરી દઈશું, પછી બધા ત્યાંથી નીકળી ગયા હતા.

પણ થોડા સમયમાં જ ગણપતલાલ પોતાની ગાડીમાં ઘરે જવા નીકળ્યા ત્યારે આ પાંચેય લોકો રસ્તા પર ઉભા હતા અને જાતિવિષયક શબ્દો કહીને ગણપતલાલને ધમકી આપવા લાગ્યા હતા. બ્રિજેશ પટેલ અને તેના સાથીદારોએ હાથ પગ ભાંગવા અને જાનથી મારી નાખવા સુધીની ધમકી આપી હતી. પછી બધા નીકળી ગયા હતા. 7 જુલાઈએ ગણપતલાલ પોતાના ખેતરે ગયા તો ત્યાં ખેતરના ગેટ પાસે સિમેન્ટનો ઢાળ બનાવીને તેની પાસે લોખંડની એંગલ લગાવીને ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો હતો આ ઉપરાત આંબાની 20-25 કલમોને પણ નુકસાન કરાયું હતું, જે અંગે ગણપતલાલે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp