રાત્રિના અંધારામાં કાર તળાવમાં પડી, ગાંધીનગરમાં ચારના મોત,પીકનીકથી પાછા ફરતા હતા

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતના સુરેન્દ્ર નગર જિલ્લાના દસાડા ખાતે એક મોટો માર્ગ અકસ્માત થયા પછી ગાંધીનગરમાં એક કાર તળાવમાં પડી ગઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં ચાર યુવકોના મોતની સાબિતી આપી છે, જ્યારે અન્ય યુવકના મૃતદેહની શોધખોળ હજુ ચાલુ છે. અહીં તમને બતાવી દઈએ કે, એક દિવસ અગાઉ જ સુરેન્દ્ર નગરમાં અંતિમયાત્રામાં જઈ રહેલા ચાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.

ગુજરાતના સુરેન્દ્ર નગરમાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોતની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે ગાંધીનગરમાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં એક કાર તળાવમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત 18 સપ્ટેમ્બરના રોજ થયો હતો, તેમને શંકા છે કે કાર ચાલકને અંધારું અને પાણી ભરાયેલા હોવાને કારણે રસ્તા વિષે ગેરસમજ થઇ હશે. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો હાજર હતા. ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક કાર ચાલક હજુ પણ ગુમ છે. જેની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, કાર રાજસ્થાનથી પરત ફરી રહી હતી ત્યારે દશેલા ગામ પાસેના તળાવમાં પડી ગઈ હતી અને તેમાં બેઠેલા લોકો ડૂબી ગયા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાર ચાલકને રાત્રિ દરમિયાન રસ્તાની સ્થિતિની ગેરસમજ થઇ હોઈ શકે છે અને અજાણતામાં વાહનને તળાવની તરફ ચલાવી દીધી હશે. અધિકારીએ કહ્યું, કારણ કે સતત  વરસાદને કારણે બાજુનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો. આ પાંચેયની ઉંમર 20 વર્ષની આસપાસ છે. એ બધા ગાઢ મિત્રો હતા. 18મી સપ્ટેમ્બરની રાત્રે તેઓ રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની ગઈ હતી. તેઓ અમદાવાદના નરોડા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, જેમાંથી ચાર નરોડાના રહેવાસી હતા અને એક ગૌરાંગ ભટ્ટ દશેલા ગામનો રહેવાસી હતો. આ ગ્રૂપ થોડા દિવસો પહેલા કારમાં રાજસ્થાનની તરફ રજાઓ માણવા નીકળ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ પાસેના તળાવમાંથી ચારેય લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ગુમ થયેલા કાર સવારને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ અગાઉ એટલે કે, બુધવારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી ઝૈનાબાદને જોડતા સ્ટેટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા. દસાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ચારેય પીડિતો, મોરબી જિલ્લાના રહેવાસીઓ, નજીકના અમદાવાદ જિલ્લાના કુકવાવ ગામમાં એક પરિચિતના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. સવારે લગભગ 8 વાગ્યે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp