દલિત છોકરાએ ક્રિકેટ બૉલ ઉઠાવ્યો તો, તેના કાકાનો અંગુઠો કાપી નાખ્યો

PC: cnbctv18.com

પાટણ જિલ્લામાં એક રૂવાટા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. શાળા પરિસરમાં રમતના મેદાનમાં ક્રિકેટ મેચ દરમિયાન એક દલિત છોકરાએ બૉલના સ્પર્શ કરવાને લઈને વિવાદ ઉત્પન્ન થઈ ગયો. ત્યારબાદ આ ઝઘડો એ હદ સુધી વધી ગયો કે, આરોપીઓએ દલિત છોકરાના કાકાનો અંગુઠો જ કાપી નાખ્યો. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી લીધી છે. આ ઘટના રવિવારે પાટણ જિલ્લાના કાકોશી ગામમાં થઈ. ફરિયાદ મુજબ, આરોપીએ ગુસ્સામાં એ છોકરાને ધમકી આપી, જેણે ગામની એક શાળાના રમતના મેદાનમાં બૉલ પકડ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓએ દલિત સમુદાયના સભ્યોનું અપમાન કરવા અને તેમને ધમકાવવાના ઇરાદે કથિત રીતે જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી. હવે છોકરાના કાકા ધીરજ પરમારે તેના પર આપત્તિ દર્શાવી તો થોડા સમય સુધી મામલો શાંત રહ્યો. ત્યારબાદ સાંજે ધારદાર હથિયારોથી લેસ 7 લોકોના એક જૂથે ફરિયાદકર્તા ધીરજ અને તેના ભાઈ કીર્તિ પર હુમલો કરી દીધો. તેમણે કહ્યું કે, એક આરોપીએ કીર્તિનો અંગુઠો કાપી દીધો અને તેને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત કરી દીધો.

અધિકારીએ આગળ કહ્યું કે, IPCની કલમ 326 (ખતરનાક હથિયારોથી જાણીજોઇને ગંભીર ઇજા પહોંચાડવી) 506 (ગુનાહિત ધમકી) અને SC/ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. આરોપીઓને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમદાવાદમાં કિર્તી વણકરની સારવાર થઈ રહી છે. જિગ્નેશ મેવાણીએ તેની મુલાકાત કરી હતી. આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ આ બાબતે નિવેદન આપતા કહ્યુ હતું કે, ક્રિકેટ રમવાની બાબતે 40થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. છતા પણ 24 કલાકમાં માત્ર 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, 48 કલાકમાં આરોપીઓની ધરપકડ નહી થાય તો પાટણ બંધની જાહેરાત પણ કરવામા આવી શકે છે. આમ સખત કાર્યવાહીની માગ ઉઠાવી હતી. આરોપીઓની ઓળખ કુલદિપ સિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ, રાજદીપ, જસવંત સિંહ રાજપુત, ચકુભા લક્ષ્મણજી, મહેન્દ્ર સિંહના રૂપમાં થઈ છે. કુલ સાત આરોપીઓ છે, જેમાં એક આરોપીના નામની જાણકારી મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp