દક્ષિણ ગુજરાત સાવધાન, 17 જુલાઇથી ભારે વરસાદ તુટી પડશે: ડૉ.મનોરમા મોહંતી

PC: news18.com

ગુજરાતના હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીએ હવામાનની આગાહી કરતા કહ્યું છે કે, દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં એક સરક્યુલેશન છે, જેની અસરથી ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અ આ સીસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત પર અસર થશે. 17 જુલાઇથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ તુટી પડવાની શક્યતા છે. ડો. મોંહતીએ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરી છે.

આ વખતે ભલે ચોમાસાની શરૂઆત થોડી મોડી થઇ હોય, પરંતુ મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોને ઘમરોળી નાંખ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટીંગ હજુ ચાલું જ છે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ હવમાનની માહિતી આપતા કહ્યું છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં  કેટલાંક વિસ્તારોમાં વરસાદ હળવાથી સામાન્ય રહેશે. પણ આગામી બે દિવસમાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પણ પડશે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના છે. ડો. મોહંતીએ કહ્યું કે, રાજ્યના અન્ય વિભાગોમાં નજીકના દિવોસમાં ભારે વરસાદની શક્યતા નથી.

તેમણે કહ્યું કે, અમદાવાદમાં સામાન્ય કે હળવો વરસાદ રહી શકે છે, પરંતુ ભારે વરસાદની સંભાવના દેખાતી નથી.

ડો. મનોરમા મોહંતીનું કહેવું છે કે 17 જુલાઇથી વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઇ રહી છે. તેમણે કહ્યુ કે દક્ષિણ યુપીના મધ્ય ભાગમાં એક સરક્યુલેશન ઉભું થયું છે જે ગુજરાત તરફ આવી રહ્યું છે, એ જોતા એવું લાગે છે કે વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થશે. આ સીસ્ટમ દક્ષિણ ગુજરાત પર અસર કરશે , જેને કારણે ભારે વરસાદ પડી શકે છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ આ પહેલાં એવી આગાહી કરી છે કે, 15થી 20 જુલાઇની વચ્ચે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડશે. તેમણે કહ્યું હતું કે 16 જુલાઇથી 18 જુલાઇમાં વરસાદનું જોર વધશે, જેમાં બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, જામનગર દ્રારકા, અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. 18થી 20 જુલાઇમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વિધિવત શરૂઆત 25 જૂનના રોજ થઈ હતી અને 27 જૂન સુધીમાં એટલે કે માત્ર બે દિવસમાં ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચી ગયું હતું.

જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp