મહિલાએ લલચાવીને અમદાવાદી પાસે વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા, 2.88 કરોડ વસૂલ્યા

PC: twitter.com

અમદાવાદમાં એક મહિલાએ વીડિયો કોલ પર સેક્સ કરવાના નામે બિઝનેસમેન પાસેથી 2.88 કરોડ રૂપિયા પડાવી લીધા છે. મહિલા અને તેના સાથીઓએ પોલીસ, સાયબર ક્રાઈમ અને સીબીઆઈ ઓફિસર હોવાનું દર્શાવીને બ્લેકમેલિંગની આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપ્યો હતો. પીડિત વેપારીએ પોલીસને પોતાની આપવીતી જણાવી છે.

ગુજરાતના અમદાવાદમાં સેક્સટોર્શનની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં વીડિયો કોલ પર સેક્સ કરવાના નામે એક મહિલાએ બિઝનેસમેન પાસેથી 2.88 કરોડ રૂપિયા પડાવી લીધા છે.બ્લેકમેલિંગની આ ઘટનાને મહિલા અને તેના સાથીઓએ પોલીસ, સાયબર ક્રાઈમ અને સીબીઆઈ ઓફિસર તરીકે દર્શાવીને અંજામ આપ્યો હતો.

અમદાવાદના નવરંગપુરામાં રહેતા એક બિઝનેસમેને પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 8 ઓગસ્ટે પોતે પોતાના ઘરે હતો. રાત્રે મારા ફોન પર એક ‘HI’ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારી યુવતીએ કહ્યું કે હું મોરબીથી વાત કરી રહી છે. એ પછી તેણીએ વીડિયો કોલ કર્યો હતો.

બિઝનેસમેને પોલીસને આગળ કહ્યુ કે વીડિયો કોલ કરનાર યુવતીએ મને વર્ચુઅલ સેક્સ માણવા માટે કહ્યું અને વીડિયો કોલ પર પોતાના કપડાં ઉતારી દીધા હતા. બિઝનેસમેને કહ્યું કે તેણીએ એ પછી વાતોમાં મને એવો ફસાવ્યો કે મેં પણ વીડિયો કોલ પર કપડાં ઉતારી દીધા હતા. એ પછી વીડિયો કોલ કટ થઇ ગયો હતો અને  થોડા સમય પછી મારા જ નંબર પર એક ક્લિપ આવી.

ક્લિપ મોકલનારે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 50,000 રૂપિયાની માંગણી કરી હતી, જે બદનામીના ડરે મેં ટ્રાન્સફર કરી દીધી હતી. બિઝનેસમેને તે વખતે હાશકારો અનુભવ્યો કે હાશ, 50,000 રૂપિયામાં છુટ્યો.પરંતુ બિઝનેસમેનની પરેશાની ખતમ ન થઇ.

એ પછી એક અજાણ્યા વ્યકિતનો કોલ આવ્યો અને તેણે દિલ્હી પોલીસનો ઇન્સ્પેકટર હોવાનું કહીને 3 લાખ રૂપિયા પડાવી લીધા. એ પછી દિલ્હી સાઇબર ક્રાઇમના નામે એક અજાણ્યા વ્યકિતએ કોલ કર્યો હતો. એણે કહ્યું કે જે યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી તેણે આત્મહત્યાની કોશિશ કરી છે, નામ હટાવવું હોય તો 80 લાખ આપવા પડશે.

એ પછી બોગસ CBIની એન્ટ્રી થઇ. CBI અધિકારી હોવાનું કહીને એક વ્યકિતએ કોલ કર્યો અને કહ્યુ કે યુવતીના પરિવારના લોકો ફરિયાદ કરવા આવ્યા છે. ફરિયાદ ન થાય એવું ઇચ્છતા હો  તો 18 લાખ આપવા પડશે. આમ કરી કરીને આ ગેંગે બિઝનેસમેન પાસેથી 2.88 કરોડ રૂપિયાની રકમ વસુલી લીધી હતી.

એ પછી બિઝનેસમેને  અમદાવાદની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઇલ નંબર અને એકાઉન્ટ નંબરની તપાસ કરીને એક વ્યકિતને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો,  ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે,જે વ્યકિત પકડાયો છે તેણે બિઝનેસમેન પાસેથી 2 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp