જૂનાગઢમાં મોરબી વાળી, ગામમાંથી વાહનો પસાર કરીને નકલી ટોલ ટેક્સની ઉઘરાણી

PC: divyabhaskar.co.in

ભેજાબાજો કેવા કેવા પેંતરા રચીને રૂપિયાની ગેરકાયદે કમાણી કરી લે છે તેના ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવતા રહે છે. હજુ થોડા સમય પહેલાં જ મોરબીમાં નકલી ટોલનાકું પકડાયું હતું, હવે જુનાગઢમાંથી પણ નકલી ટોલનાકું પકડાયું છે. આવા ગઠિયાઓ બિન્દાસ્ત આવા કારનામા કરી રહ્યા છે અને તમનો વાળ પણ વાંકો થતો નથી.

જાણવા મળેલી માહિતી મુજબ જુનાગઢના વંથલી નજીક ગાદોઇ ટોલનાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે કે, કેટલાંક અસમાજિક તત્ત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે.

જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના આ બાબતે ભૂતકાળમાં ફણ ટોલનાકા મેનેજમેન્ટ દ્રારા ફરિયાદ કરવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લાના જેતપુરથી સોમનાથ જતી વખતે નેશનલ હાઇવે પર ગાદોઇ ગામ પાસે એક સત્તાવાર ટોલનાકું આવેલું છે. હવે ગામના કેટલાંક લોકોએ એવો રસ્તો કાઢ્યો છે કે ટોલનાકા પહેલા ગામ પાસેથી પસાર થતા વાહનોને ગોદાઇ ગામની અંદરથી ડાયવર્ટ કરવાનું કહેવામાં આવે. ટોલનાકા મેનેજરનો આરોપ છે કે રોજના 1000 કરતા વધારે વાહનોને ગામમાંથી ડાયવર્ટ કરી દેવાને કારણે ટોલનારાને રોજનું 2થી અઢી લાખ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

ટોલનાકા મેનેજરે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, 3 જાન્યુઆરીએ ગાદોઇ ગામના મહિલા સરપંચના પતિ રાયમલ જલુ સહિતના 5 લોકો ટોલનાકા નજીક ટ્રેકટર આડું ઉભું રાખીને વાહનોને અન્ય રસ્તા તરફ ડાયવર્ટ કરી રહ્યા હતા. તે વખતે તેમને રોકવાની કોશિશ કરી તો ટોલનાકા કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. તો બીજી તરફ સરપંચના પતિએ સામે ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે ટોલનાકા કર્મચારીઓએ ગામનો રસ્તો બંધ કરીને અમારી સાથે મારામારી કરી હતી.

સરપંચના પતિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, ગામમાંથી તો કોઇ પણ પસાર થઇ શકે છે, અમે તેમને ના કેવી રીતે પાડી શકીએ.

મીડિયાએ જ્યારે ગામમાંથી પસાર થતા વાહનચાલકોને પુછ્યું હતું તો તેમણે જવાબ આપ્યો કે, અમારા 115 રૂપિયા બચી જાય છે એટલે અમે આ રસ્તો પસંદ કરીએ છીએ.

મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને એક ખાનગી માલિકીન જમીનમાંથી રસ્તો કાઢીને નકલી ટોલનાકું ઉભું કરવામાં આવ્યું હતું અને છેલ્લાં દોઢ વર્ષથી બિન્દાસ્ત ચાલતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp