કોંગ્રેસે છેલ્લો 'ગઢ' ગુમાવ્યો, BJPએ આ ડેરી પર 'સંપૂર્ણ કબજો' મેળવ્યો

ગુજરાતમાં સત્તા પર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટી જીત મળી છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી, જો ગુજરાતમાં BJPનું કોઈ લક્ષ્ય હોય તો તે પ્રતિષ્ઠિત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનું એટલે કે અમૂલનું સુકાન હતું. તેને અમૂલ ડેરી તરીકે ઓળખવામાં આવે છે. 1946માં તેની રચના થઈ ત્યારથી, તે પાર્ટીના નિયંત્રણની બહાર હતી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, આણંદની ચૂંટણીમાં BJPનો વિજય થયો છે. આઝાદી બાદ પહેલીવાર BJP પાર્ટીએ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કર્યા છે.

પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી વિધાનસભાની ચૂંટણીથી જ પ્રયાસો કરી રહી હતી. થોડા સમય પહેલા જ કોંગ્રેસના પાંચ નેતાઓ BJPમાં જોડાયા હતા. જેમાં સંઘના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા કાંતિ પરમાર સોઢાનો સમાવેશ થાય છે. આ સાથે જ સંઘના પ્રમુખ તરીકે BJPના નેતા વિપુલ પટેલની વરણી કરવામાં આવી છે.

અમૂલ ડેરી સંકુલ ખાતે પ્રાંત અધિકારી વિમલ બારોટની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.ચૂંટણી પૂર્વે આણંદ સર્કિટ હાઉસ ખાતે BJP સમર્થિત તમામ ડિરેકટરો એકઠા થયા હતા. અહીં પ્રદેશ BJP મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, BJP સહકારી સેલના પ્રમુખ બિપીન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અને BJPના આગેવાનો અને ડિરેક્ટરો વચ્ચે બેઠક યોજાઈ હતી.

નવા ચેરમેન વિપુલ પટેલ આણંદ જિલ્લા APMCના વડા તેમજ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કાંતિ પરમાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં આણંદ શહેરની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ BJPના હરીફ યોગેન્દ્ર પરમાર સામે હારી ગયા હતા, જેઓ ભૂતપૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પુત્ર છે.

જ્યારે, ભૂતપૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર 2002થી ડેરીના ચેરમેન હતા અને 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી BJPમાં જોડાયા હતા. આણંદ અને ખેડા જિલ્લા કોંગ્રેસનો ગઢ હોવા છતાં અમૂલ બોર્ડમાં હજુ પણ પક્ષનો દબદબો હતો, પરંતુ છેલ્લા પાંચ દિવસમાં ચાર યુનિયન ડિરેક્ટરો BJPમાં જોડાયા અને કોંગ્રેસે તેનો ગઢ ગુમાવ્યો. કોંગ્રેસ સાથે સંકળાયેલા અમૂલના ચાર ડિરેક્ટરો 11 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં પ્રદેશ BJP પ્રમુખ CR પાટીલની હાજરીમાં BJPમાં જોડાયા હતા. જેમાં જોવનસિંહ ચૌહાણ (મોડજ), સીતા ચંદુ પરમાર (તારાપુર), શારદા હરી પટેલ (કપડવંજ) અને ઘેલા માનસિંહ ઝાલા (કાઠાલાલ)નો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર 2020ની ચૂંટણીમાં કોંગ્રેસે 11માંથી 8 બેઠકો જીતી હતી. 13 ફેબ્રુઆરીએ આણંદ સર્કિટ હાઉસ ખાતે BJPની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિપુલ પટેલને પ્રમુખ તરીકે અને સોઢા પરમારને ઉપપ્રમુખ તરીકે ચૂંટવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.