વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો પાર્ટીની સ્થિતિ મામલે બળાપો, કહી આ વાત

2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઇ હતી. 156 સીટ જીતીને ભાજપે ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. આ રેકોર્ડ બ્રેક જીતની તમામ જગ્યાએ ચર્ચા થઇ હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ કરેલા માઇક્રોમેનેજમેન્ટ અને ભાજપના કાર્યકરો અને નેતાઓએ કરેલી મહેનતથી ભાજપની આટલી ભવ્ય જીત થઇ તેવું જાણકારો માને છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસને માંડ 17 બેઠક મળી છે. કોંગ્રેસના મોટો-મોટા ચેહરાઓને હાર મળી.

હાર બાદ કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કર્યું અને હવે આ હારની હારમાળને કેવી રીતે રોકવી તેના પર કામ શરૂ કર્યું. આ દરમિયાન કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વિકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત હતા ત્યારે આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ભાજપના વખાણ કરતા નજરે પડ્યા.

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ભાજપની પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વખાણ કરતા અનેક તર્કવિતર્ક પણ શરૂ થઇ ગયા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ સ્ટ્રેટેજીથી આખી સરકાર બદલી નાંખે તો પણ કોઇ બોલતું નથી, ભાજપ કોઇની ટિકિટ કાપે તો પણ વિવાદ થતો નથી. આપણી કોંગ્રેસમાં કંઇ વધ્યું જ નથી.

કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં મને 1.2 લાખ મત મળ્યા છે, આ મતમાંથી 5 વર્ષ લોહી પીવાના માત્ર 2 હજાર મત મળ્યા છે. તેમણે ઉમેર્યું કે, 2 હજાર મત માટે ટિકિટ, કોન્ટ્રાક્ટ, રૂપિયા, ગાડી અને એ કે ત્યાં હાજર થવું પડે છે. તેમણે કહ્યું કે, 1 લાખ મતવાળા કંઇ બોલતા જ નથી. ગેનીબેને આડકતરી રીતે તો કોંગ્રેસના નેતાઓને સાચુ કહી દીધુ છે. ભાજપે પોતાની કેડરબેઝ છાપને યથાવત રાખી છે. અને તેના પ્રતાપે જ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ પોતાની સમસ્યાઓ દૂર ન કરી અને તેનું પરિણામ ચૂંટણીમાં જોઇ લીધુ.

કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સાંભળીને સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. હવે તો કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પણ ભાજપની સ્ટ્રેટજીના વખાણ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ હવે પોતાની રણનીતિમાં કેવા ફેરફાર કરે છે અને પોતાના સંગઠનને કેવી રીતે મજબૂત કરે છે તે જોવાનું રહ્યું.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.