રાહુલના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ ટીંગાટોળી...

PC: twitter.com

24 માર્ચે રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. માનહાનિના કેસમાં સુરતની કોર્ટે દોષિ ઠેરવીને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમનું સાંસદ સભ્ય પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. હવે રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, સુરત, જૂનાગઢ, સોમનાથ સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. ક્યાંક પૂતળા દહન તો ક્યાંક ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને તો પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી.

અમદાવાદમાં યુથ કોગ્રેસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે દેખાવો કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા મેમ્કો ચાર રસ્તા પર ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. મેમ્કો ચાર રસ્તા પાસે બસ રોકવામાં આવી અને ટ્રાફિક જામ કરીને રાહુલ ગાંધીની સભ્યતા રદ્દ કરવા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો વડોદરા અને ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

વડોદરાના ગાંધીનગર ગૃહ પર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરવાના વિરોધમાં કોંગ્રેસના ધરણાં યોજ્યા હતા. પરંતુ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના 25 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. એક સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ શહેરના જ્યુબિલી સર્કલ પર એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જોકે, સવારના 10:30થી સાંજે 5:00 વાગ્યા સુધી નિર્ધારિત શાંતિપૂર્ણ ધરણાંની શરૂઆત સાથે જ પોલીસે ધરણાં પર બેઠેલા 40 જેટલા કોંગ્રેસી કોર્યકરોને બળજબરીપૂર્વક કસ્ટડીમાં લઇને પ્રદર્શનને બંધ કરાવી દેતા ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. કસ્ટડીમાં લેવાયેલા 25-30 જેટલા કોંગ્રેસી કાર્યકરોને પછી પોલીસે અન્ય સ્થળે છોડી કરી દીધા હતા.

દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ કાર્યવાહી સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના સમર્થનમાં આજે શાંતિપૂર્ણ રીતે શરૂ કરાયેલા ધરણાંને ભાજપ સરકારના આદેશથી પોલીસે અટકાવી દીધા હતા. આ કૃત્ય લોકશાહીની હત્યા સમાન છે. ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ જાડેજા સાથે આદમ ચાકી, રામદેવસિંહ જાડેજા, ખેરાજ ગઢવી, કિશોર ગઢવી, દિપક ડાંગર, પુષ્પાબેન, કલ્પનાબેન ગોસ્વામી, આયસુબેન સમાં, શ્રાવનસિંહ જાડેજા વગેરે આગેવાનો જોડાયા હતા.

રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરે તે પહેલા અટકાયત કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત, તમામ કાર્યકર્તાઓની ગાંધીચોક પર વિરોધ કરે તે પહેલાં અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો કરવાના હતા ધરણાં. કોંગ્રેસે ભાજપ હાય-હાયના લગાવ્યા મારા ત્યારે 20થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ગાંધી ચોકમાં હજુ પણ પોલીસનો કાફલો સ્ટેન્ડ બાયરખાયો છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ શહેરના જશોનાથ ચોક ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેસે તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ ધરણાં કાર્યક્રમમાં 35થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પાટણમાં રવિવારે કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ્દ થતા સત્યાગ્રહ કરી વિરોધમાં આકા દેશમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. જેને લઈ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ રેલવે ગરનાળા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકશાહી બચાવો દેશ બચાવો ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો અંગે કરતી હૈ-ના નારા લગાવાયા હતા. સૂત્રોચ્ચાર કરતા પોલીસે 25થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

જામનગરમાં જિલ્લા પંચાયત સર્કલ ખાતે સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ ધરણાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યા હતા. જ્યારે રાજકીય કિન્નાખોરી રાખી રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું અને લોકશાહીનું ખૂન તેમજ હિટલરશાહી સરકાર સામે આજરોજ સંકલ્પ સત્ય ગ્રહ ધરણાં કાર્યક્રમ યોજવામાં આવી હતી. જ્યારે ધરણાં કાર્યક્રમમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ અગ્રણી સહિતના લોકો જિલ્લા પંચાયત કચેરી સામે સંકલ્પ સત્યાગ્રહ ધરણાં યોજ્યા હતા. રવિવારે કોંગ્રેસ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે.

પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો સવારે 10 વાગ્યાથી તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કારવામાં આવ્યું હતું.  જો કે, કોંગ્રેસનાં કાર્યકરો અને આગેવાનો ધરણા પ્રદર્શન થકી વિરોધ કરે એ પૂર્વે જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. આ બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પોલીસ તાલીમ ભવન ખાતે ધરણાં પર બેઠા હતા અને ભાજપ સરકારની નીતિનો વિરોધ નોધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp