ગેનીબેને મહિલાઓ માટે રિવોલ્વર લાયસન્સની માગ કરી, હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું

PC: weunetwork.in

પોતાના તેવર માટે જાણીતા અને કડક નેતાની છાપ ધરાવતા વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં સવાલ ઉઠાવીને માંગ કરી હતી કે મહિલાઓને રિવોલવર અને પિસ્તોલના લાયસન્સ આપવા જોઇએ, જેના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે એની કોઇ જરૂર નથી. 

ગુજરાત કોંગ્રેસના એક માત્ર મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે મહિલાઓને રિવોલ્વર અને પિસ્તાલના લાયસન્સ આપી દેવા જોઇએ. જેના જવાબમાં ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ચંદીગઢનો એક કિસ્સો સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓને રિવોલ્વર કે પિસ્તોલની કોઇ જરૂર નથી.

ગેની બેન  ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય છે અને  ગુજરાત કોંગ્રેસના એક માત્ર મહિલા MLA છે. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ વદી રહેલી ઘટનાના મુદ્દા પર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી વચ્ચે સવાલ જવાબ થયા હતા. ગેની બેન ઠાકોરે પૂરક પ્રશ્નમાં માંગ કરી હતી કે હવે સમય બદલાઇ ગયો છે, મહિલાઓ હવે પોતાની સુરક્ષા માટે પિસ્તોલ અને રિવોલ્વરના લાયસન્સ માંગી રહી છે. ગેની બેને કહ્યું કે, બદલાયેલા સમયમાં લાયસન્સ પ્રોસેસ સરળ હોય અને મહિલાઓ આસાનીથી  રિવોલ્વરનું લાયસન્સ મેળવી શકે.  હર્ષ સંઘવીએ પણ ગેની બેનના અંદાજમાં જ જવાબ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ કહ્યું કે, હા, હવે સમય બદલાઇ ગયો છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અસામાજિક તત્ત્વોની  કાર્યવાહી કરવા માટે કડક કાયદો અમલમાં છે. સંઘવીએ ચંદીગઢની એક યુવતીનો કિસ્સો સંભળાવતા કહ્યુ હતું કે, ચંદીગઢની યુવતીએ અમદાવાદમાં આવીને આત્મરક્ષાની ટ્રેનિંગ લીધી હતી. સંઘવીએ કહ્યુ કે,  POCSO એક્ટની સાથે બળાત્કારીઓને પકડીને થોડા જ દિવસોની અંદર ફાંસીની સજા મળી રહી છે. એટલા માટે મહિલાઓને રિવોલ્વર અને પિસ્તોલ રાખવાની જરૂર નથી.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો જ વિજેતા બન્યા હતા, તેમાં ગેની બેન એક માત્ર મહિલા ધારાસભ્ય છે. ગેનીબેન ઠાકોરને ઇમેજ એક કડક નેતા તરીકેની છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલે તમારા બધાના સહયોગથી ગુજરાતને સુરક્ષિત બનાવ્યું છે. પોતાના ગૃહ જિલ્લા સુરતને ટાંકીને સંઘવીએ કહ્યું કે ગણતરીના દિવસોમાં કેસનો નિકાલ કરતી વખતે ફાંસીની સજા આપવામાં આવી છે. સંઘવીએ કહ્યું કે સુરતમાં સૌથી વધુ સાત કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp