‘આંખ આવવા’ની બીમારી સૌથી વધારે સુરત-ભાવનગરમાં, 5 કરોડની દવા વેચાઇ ગઇ

PC: divyabhaskar.co.in

હમણાં આપણે છેલ્લાં કેટલાંદ દિવસોથી જોયું  છે કે ઘણાં લોકોને આંખ આવવાની ફરિયાદ જોવા મળે છે. આંખ આવવાનો ચેપી રોગ છે અને એ ઝડપથી ફેલાય છે. લોકો સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરીને ફરતા  હોય છે. ગુજરાતમાં સુરત અને ભાવનગરમાં આંખ આવવાની એટલે  કે Conjunctivitis ની બીમારી સૌથી વધારે જોવા મળી છે.રાજ્યની સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે.

આંખ આવવી એટલે આંખો લાલ લાલ થઇ જવી અને આ સામાન્ય રીતે દર સીઝનમાં આવે જ છે. સુરતમાં Conjunctivitis ની બીમારીએ રીતસરનો અજગર ભરડો લઇ લીધો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઇન લાગી રહી છે અને જાણવા મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આંખ આવવાની બીમારી માટેની જ દવા 5થી 7 કરોડ રૂપિયાની વેચાઇ ગઇ છે. રોજના 5થી 7 હજાર રૂપિયાના ટીપા વેચાઇ રહ્યા છે.

સુરતની સિવિલ હોસ્પિટલના આંખના ડિપાર્ટમેન્ટના વડા ડો. પ્રીતિ કાપડિયાનું કહેવું છે કે, સુરતમાં અત્યારે આંખના કેસોમાં વધારો થયો છે. ડોકટરે કહ્યું કે આ વાઇરલ ઇન્ફેક્શનને કારણે ખુબ ઝડપથી ફેલાય છે. એડીનો વાયરસ, કોકાઇ વાયરસ અને ફ્લૂ જેવા કેટલાંક વાયરસથી Conjunctivitis થાય છે. આ વખતે એડીનો વાયરસને કારણે આંખ આવવાના કેસ વધ્યા છે. મોટી ઉંમરના લોકો અને બાળકોમાં આ બીમારી વધારે જોવા મળે છે.

ભાવનગરમાં પણ આ જ સ્થિતિ છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી રહી છે અને અહીં પણ અડીનો વાયરસને કારણે આંખ આવવાના કેસો વધી રહ્યા છે. ચોમાસાના વરસાદી પાણીમાં એડીનો વાયરસ  વધારે થાય છે. આ વાયરસ  આંખ કે નાકમાંથી પ્રવેશ કરે છે. જો કે સારી વાત એ છે કે 5થી 7 દિવસમાં જરૂરી કાળજી રાખવાથી આંખ આવવાની બીમારી મટી શકે છે.

તબીબોના કહેવા મુજબ જ્યારે આંખ આવે ત્યારે આટલું ધ્યાનમાં રાખજો

આંખને હાથ લગાવવો નહી, રૂમાલ,કપડાથી આંખો લુછવી નહીં કે ખંજવાળવી નહી, હસ્તધૂનન કરવાનું ટાળવું, જેમને બીમારી હોય તેમણે પોતાના રૂમાલ, નેપકીન વગેરે વસ્તુઓ અલગ રાખવી, ચાવી, પેન, જેવી વસ્તુઓ કોઇને આપવી નહીં.,જાહેર સ્થળોએ જવું નહી, ડોકટરોને પુછ્યા વગર આંખના ટીપા વાપરવા નહી.

આંખ આવે તો આટલું જરૂરથી કરવું.

આંખમાંથી જે પાણી નિકળે તેની ટીશ્યુ પેપરથી લુછીને સીધું ડસ્ટબીનમાં નાંખવું. આંખમાં ખંજવાળ વધારે આવે તો સુકો ઠંકો શેક કરવો, પોકેટ સેનેટાઇઝર સાથે રાખવા અને વારંવાર હાથ ધોવા, ડોકટરોની સલાહ મુજબ આઇ ડ્રોપ લેવા.

તબીબોની સલાહ છે કે આંખ આવવાના સંજોગોમાં તાત્કાલિક તમારા નજીકના અથવા ફેમિલી ડોકટરોનો સંપર્ક કરવો જોઇએ અને તેમની સલાહ મુજબ જ સારવાર કરવી જોઇએ. સામાન્ય રીતે 5 દિવસ કે 8 દિવસમાં આંખ આવવાની બીમારી મટી જાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp