પુખ્તવયના પાત્રો સાથે સંમતિથી શારીરિક સંબંધ એ બળાત્કાર નથી: ગુજરાત હાઇકોર્ટ

PC: deccanherald.com

ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં કહ્યું છે કે પુખ્યવયના પાત્રો સાથે જો શારીરિક સંબંધ બાંધ્યો હોય તો તે બળાત્કાર નથી. લગ્નની લાલચે બળાત્કારની એક મહિલાની ફરિયાદના કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદા આપ્યો છે. કોર્ટે કહ્યું કે લગ્નની લાલચ આપી હોય અને છતા લગ્ન ન થયા હોય તો બળાત્કાર કહી શકાય નહીં.

બે સંતાનોની માતાએ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હાઇકોર્ટે આરોપીને નિદોર્ષ જાહેર કર્યો છે અને કહ્યું છે કે પુખ્તનયની વ્યકિતઓએ જો સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યો હોય તો તે બળાત્કાર નથી.

આ કેસની વિગત એવી છે કે આરોપી ફરિયાદ મહિલા સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. મહિલા 2 સંતાનોની માતા છે. એ પછી બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઇ હતી અને પછી ચેટીંગ શરૂ થયું હતું. એ પછી ફરિયાદી મહિલા અને આરોપી મુબંઇ, ગોવા, કાશ્મીર અને આબુની હોટલમાં સાથે રહ્યા હતા. હોટલમાં રોકાતા ત્યારે પતિ-પત્ની તરીકે ઓળખ આપતા અને આ દરમિયાન બંનેએ શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જો કે એ પછી મહિલાએ  ફરિયાદ નોંધાવી હતી કે લગ્નની લાલચ આપીને આરોપીએ મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા, પરંતુ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ફરિયાદી મહિલાએ સુરત પોલીસમાં આરોપી સામે  FIR નોંધાવી હતી. જેનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. એ પછી મહિલાએ સુરતની FIR રદ કરીને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

આરોપીના વકીલે કહ્યું હતું કે, આરોપીએ સોંગદનામાંમાં લગ્નનું વચન કે પૈસા પાછા આપવાની કોઇ વાત કરી નહોતી. મહિલાની FIRમાં પણ દુષ્કર્મની કોઇ વાત નથી. ફરિયાદી મહિલા એક છુટાછેડા લીધેલી મહિલા છે અને જેણે પોતાના પતિ અને બાળકોને છોડીને 6 વર્ષથી સહમતિથી આરોપી સાથે  શારીરિક સંબંધ ધરાવે છે.

ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી સેશન કોર્ટનો ચુકાદો રદ કરીને આરોપી સામે થયેલી  FIRમાંથી મૂક્ત કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના જજ ગીતા ગોપીનાથની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. આ કેસમાં સમાધાનમાં આરોપીએ ફરિયાદીને લગ્નનું વચન આપ્યું હતું.

પુખ્તવયના પાત્રો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવુ હાઈકોર્ટનું અવલોકન છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે જણાવ્યુ છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp