જૂનાગઢમાં સમૂહ લગ્નમાં બબાલ, કરિયાવર નહીં, ખાવાનું નહીં, કન્યા પહોંચી પોલીસ પાસે

PC: gujarattak.in

જૂનાગઢના ભવનાથ માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં શરણાઇના સૂરો વાગે તે પહેલાં જ ભારે હોબાળો મચી ગયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. સમૂહ લગ્નમાં ભાગ લેનારા લોકોનો આરોપ હતો કે, દંપતિ પાસે 22,000 રૂપિયા લીધા હોવા છતા, પાણી કે ખાવા-પીવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહોતી અને 51 વસ્તુઓ કરિયાવાર પેટે  આપવાની વાત કરી હતી, પરંતુ એક પણ વસ્તુ આપી નહોતી એટલે આખરે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની ફરજ પડી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ જુનાગઢમાં ભવનાથ માનવ સેવા ગ્રુપ દ્રારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 દીકરીઓના સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા. આયોજકોએ દરેક પરિવારને 50-50 મહેમાનને લાવવા માટે કહ્યું હતું.  દરેક પરિવારના લોકો સમૂહ લગ્નમાં ભાગ લેવા આવ્યા હતા અને કન્યા અને મૂરતિયાઓના ચહેરા પર ખુશી હતી, પરંતુ સવારથી આવેલા લોકો માટે કોઇ પણ જાતની વ્યવસ્થા કરવામાં નહોતી આવી.

સમૂહ લગ્નમાં ભાગ લેનાર અંજના નામની કન્યાએ કહ્યુ હતું  કે, અમે સવારથી આવી ગયા હતા, પરંતુ ન તો પાણીની સગવડ હતી કે ન કોઇ ખાવા પીવાની. ભારે અવ્યવસ્થા સમૂહ લગ્નના આયોજનમાં જોવા મળી હતી. કન્યાએ આગળ કહ્યું કે, અમને કરિયાવર તરીકે 51 વસ્તુઓ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આયોજકે એક પણ વસ્તુ અમને આપી નથી. દરેક પાસેથી 11,000 લેવામાં આવ્યા હતા એટલે એક કપલ પાસેથી 22000 રૂપિયા વસુલવામાં આવ્યા હતા.આયોજકોએ પરિવારો સાથે છેતરંપિડી કરી છે જેને કારણે ભારો હોબાળો મચી ગયો હતો અને સમૂહ લગ્નમાં ભાગ લેનારી કન્યાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી.

ભવનાથ માનવ સેવા ગ્રુપના આયોજક અશોક પટેલે કહ્યું હતું કે, કરિયાવરનો સામન લઇને આવતી ટ્રકને આવવામાં મોડું થતા લોકોએ હંગામો મચાવી દીધો હતો.અમે તેમને કહ્યુ હતું કે, લગ્ન પુરા થાય પછી કરિયાવર આપવાનો રિવાજ હોય છે, એટલી વારમાં અમે કરિયાવાર આપી દઇશું, પરંતુ એ લોકો માન્યા નહોતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ગયા હતા. કરિયાવરનો સામન હવે આવી ગયો છે.

 અશોક પટેલે કહ્યું કે, આ અમારા ગ્રુપે અનેક વખત સમૂહ લગ્નના આયોજન કર્યા  છે, પરંતુ આવી બબાલ પહેલીવાર ઉભી થઇ છે. પટેલે કહ્યુ કે કેટલાંક હિત શત્રૂઓનું આ કારસ્તાન છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp