
વડોદરા શહેરની M.S..યુનિવર્સિટીમાં ફરી એકવાર એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ વાચવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વડોદરાની M.S. યુનિવર્સિટીમાં નમાઝ વાચવાને લઇને સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે, જેમાં ગત શુક્રવારે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ લોબીમાં નમાઝ વાંચી હતી, જેનો વીડિયો કોઇએ બનાવી લીધા હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
રિપોર્ટ્સ મુજબ, ગત શુક્રવારના રોજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ તહેવાર અગાઉ પતંગોત્સવ ઊજવવામાં આવી રહી હતી. આ દરમિયાન બૉટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલેરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થિની નમાઝ વાંચી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. M.S. યુનિવર્સિટીનું તંત્ર આ બાબતે લાચાર સાબિત થયું છે. યુનિવર્સિટી દ્વારા માત્ર આવા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને સમજાવી શકાય છે.
આ અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (M.S.U)ના પરિસરમાં આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક સ્ત્રી અને પુરુષ દ્વારા નમાઝ વાચવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થતા અફરાતફરી મચી જવા પામી હતી, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી. 26 ડિસેમ્બરે વડોદરાની M.S. યુનિવર્સિટીમાં નમાઝ પડવાનો વધુ એક વીડિયોથી વિવાદ વધ્યો હતો. કોમર્સ ફેકલ્ટી પર પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીએ કેમ્પસમાં જ નમાઝ વાંચી હતી, જેને લઇને હોબાળો મચી ગયો હતો.
Once Again: Namaaz Controversy in MS University#vadodara #news #gujarat #ourvadodara #OurCity pic.twitter.com/C5ALWusq9i
— Our Vadodara (@ourvadodara) January 16, 2023
ઘટનાના પગલે યુનિવર્સિટીનો વિજિલન્સનો સ્ટાફ તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ ઘટના કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ હાયર પેમેન્ટ યુનિટની પાછળના ભાગે બની હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ યુનિટ બિલ્ડિંગ પાસે આવેલા સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ પાસે સ્ત્રી અને પુરુષ દ્વારા નમાઝ વાચવામાં આવી હતી. M.S. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી દ્વારા નમાઝ પડવામાં આવ્યા બાદ હવે મામલો ગરમાયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા M.S. યુનિવર્સિટીમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સૂત્રોચ્ચારો કરતા-કરતા એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરની ઓફિસે પહોંચ્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા M.S. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી. M.S. યુનિવર્સિટીના PROને રજૂઆત કરી હતી કે આવી રીતે જાહેરમાં નમાઝ વાચવામાં આવે છે, એ બાબતે કાર્યવાહી કરવામાં આવે, જેના જવાબમાં PROએ પણ નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરીશું, તેવો જવાબ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp