હાર્ટ ઍટેક માટે કોરોના વેક્સિન સહેજ પણ જવાબદાર નથી: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

PC: facebook.com/irushikeshpatel

ગુજરાતમાં છેલ્લાં કેટલાંયે સમયથી હાર્ટએટેકના કેસોમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થઇ રહ્યા છે. લાંબા સમય પછી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હાર્ટએટેક માટે કોરાના વેક્સિન સહેજ પણ જવાબદાર નથી. તેમણે કહ્યું કે હાર્ટએટેક માટે લાઇફ સ્ટાઇલમાં બદલાવ જવાબદાર હોય શકે છે.

છેલ્લાં આઠેક મહિનાથી ગુજરાતમાં હાર્ટએટેકને કારણે અનેક યુવાનોના મોત થઇ રહ્યા છે, ખાસ કરીને નવરાત્રિના તહેવારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક ઇવેન્ટમાં કહ્યુ હતુ કે, દુનિયામાં સૌથી સુરક્ષિત કોવિડ વેક્સિન આપણા દેશની છે. Indian Council of Medical Research (ICMR)એ પણ હાર્ટએટેક પર કરેલા અભ્યાસના એક રિપોર્ટમાં કહ્યું છે કે હાર્ટએટેક માટે કોરાના વેક્સિન જવાબદાર નથી.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, જંકફુડ, લાઇફ સ્ટાઇલમાં જોવા મળી રહેલો બદલાવ અને સ્ટ્રેસફુલ લાઇફ હાર્ટએટેક માટે જવાબદાર હોય શકે છે.

https://khabarchhe.com/uploads/mc_path/1699093620Rushikesh-Patel.jpg

તેમણે કહ્યુ કે હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે એવો હાઉ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોવિડ વેક્સિનને કારણે હાર્ટએટેકના કેસો વધી રહ્યા છે. પરંતુ આ વાતમાં સહેજ પણ તથ્ય નથી. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે, ICMR ઘણી વખત સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, દુનિયાભરમાં કોરાના માટે જે રસી શોધવામાં આવી તેમાં સૌથી સુરક્ષિત વેક્સિન આપણા દેશ ભારતની છે.દુનિયાના 79 દેશોમાં આપણી વેક્સિન મોકલવામાં આવી છે, પરંતુ ક્યાંયથી પણ એવા સમાચાર સામે નથી આવ્યા કે ભારતની વેક્સિનને કારણે હાર્ટએટેક આવી રહ્યા હોય.

આરોગ્ય મંત્રીએ આગળ કહ્યુ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ વધી રહ્યો છે, લોકોની રહેણીકરણીમાં મોટો બદલાવ આવ્યો છે, લોકો જંકફુડ ખાય રહ્યા છે. કોઇ પણ વ્યકિત વધારે કસરત કરે તો પણ શરીર પર ભાર આવે છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યુ કે, એક વ્યક્તિની કેપેસિટી 10 કિલો વજનની છે અને તે 20 કિલો વજન ઉપાડે તો ગરદન કમર, હાથ પર ઇજા થઇ શકે. હાર્ટનું પણ આવું જ છે. વધારે પડતી કસરત કરવામાં આવે પછી માનસિક ભારણ વધી જાય છે. તેમણે કહ્યું કે દરેક વ્યકિતની હાર્ટની સમસ્યા જુદી જુદી હોય છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકના કેસોના મામલે 4 નવેમ્બર, શનિવારે અમદાવાદમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટર્સની પેનલ તમામ આંકડાઓનું વિશ્લેષણ કરશે. ખરેખર એટેકના કારણો કયા છે? કોરોના પહેલાં કેટલાં કેસો આવતા હતા? કોરાના પછી કેટલાં કેસ આવ્યા? આ બધી બાબતોનું હદયરોગ નિષ્ણાતો વિશ્લેષણ કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp