રાજકોટમાં ગાયે યુવતીને અડફેટે લીધી, પણ કેસ થયો કૂતરા માલિક સામે, જાણો કેમ

PC: twitter.com

ગુજરાતના રાજકોટ શહેરમાં એક ગાયે સ્કૂટર પર જઈ રહેલી બે મહિલાઓને ઘાયલ કરી છે. જેમાં સ્કૂટર ચલાવતી મોડલ અને તેની સહેલીને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે કૂતરાના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઘટનાની તપાસમાં જાણવા મળ્યું છે કે, સ્કૂટર પર સવાર મહિલાઓ કૂતરો ભસવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ વચ્ચે રાજકોટનો આ કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે. જેમાં ગાયની સાથે કૂતરાના માલિકે તેના કૂતરાને છુટ્ટો મૂકી દીધો હતો. જેના કારણે આ ઘટના બની હતી. 

રાજકોટમાં રહેતી ઝીલ મુન્દ્રા (19) વ્યવસાયે મોડલ છે. ઝીલે પાલતુ કુતરાના માલિક ભરત કાનગડ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કર્યો છે. પોલીસે ઝીલની ફરિયાદ પરથી ભરત કાનગડ સામે ગુનો નોંધ્યો છે. જેમાં કૂતરાના માલિકને સમગ્ર ઘટના માટે આરોપી બનાવવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કૂતરાના ભસવાના કારણે આ ઘટના બની હતી. ગાય ડરીને ભડકી હતી. અને બંને મહિલાઓ ગાયની અડફટે આવી ગઈ. આ ઘટનામાં મોડલ ઝીલના ચહેરા પર પણ ઈજા થઈ હતી. આ ઘટનામાં ફરિયાદી ઝીલની મિત્ર સાઈનાને પણ ઈજા થઈ હતી. 

તેણીએ ફરિયાદ એવી કરી છે કે, ઝીલે કુતરાના માલિક કાનગડ પર સાવચેતી લીધા વિના કેવડાવાડી મુખ્ય માર્ગ નજીક તેના પાલતુ કૂતરાને છોડી દેવાનો આરોપ મૂક્યો હતો. ઝીલ તેની મિત્ર સાયના સાથે ટુ-વ્હીલર પર ગુંદાવાડી તરફ જઈ રહી હતી ત્યારે એક રખડતી ગાયે કૂતરાના ભસવા પર ઝડપથી પ્રતિક્રિયા આપી, અને તે ભડકી હતી. ત્યારબાદ તે ઉછાળીને ફરિયાદીના વાહન સાથે અથડાતાં ફરિયાદી વાહનમાંથી દૂર ફેંકાઈ ગઈ હતી અને નજીકના પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે તેના કપાળ, મોં અને પેઢામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ગાડીની પાછળ બેઠેલી તેની સહેલીને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી.  

ફરિયાદમાં તેને થયેલા પેઢા અને કપાળમાં ફ્રેક્ચરનો સમાવેશ થાય છે અને તેનું ઓપરેશન કરવું પડ્યું હતું અને પ્લેટો બેસાડવામાં આવી હતી, જેના કારણે તે સારી રીતે બોલી પણ શકતી ન હતી. તેના સ્વસ્થ થયા પછી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્યાર પછી ઝીલે તેની આ ફરિયાદ નોંધાવી હતી.  

ઝીલ મુન્દ્રાની ફરિયાદના આધારે પોલીસે કૂતરાના માલિક ભરત કાનગડ સામે IPC 289 હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ફરિયાદીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, કૂતરાના માલિકની બેદરકારીના કારણે પોતાને ગંભીર ઈજાઓ થઈ છે. ચહેરા પર ગંભીર ઇજાઓને કારણે મોડલને બોલવામાં પણ તકલીફ પડે છે. રાજકોટમાં 13 મેના રોજ બનેલી ઘટનામાં પોલીસ હવે કૂતરા માલિક સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે, જોકે આ ઘટનામાં સ્કૂટી ચલાવી રહેલા ઝીલને વધુ ઈજાઓ થઈ હતી. જ્યારે પાછળ બેઠેલી સાઈનાને સામાન્ય ઈજા થઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp