સૌરાષ્ટ્ર-કચ્છ દરિયા કિનારાથી પસાર થશે વાવાઝોડું બિપરજોય, પાકિસ્તાનમાં...

PC: twitter.com/Indiametdept

ચક્રવાતી વાવાઝોડું બિપરજોય જેમ-જેમ આગળ વધતું જઈ રહ્યું છે, તેમ-તેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે. આ ચક્રવાતની અસર કેરળ અને મુંબઈના સમુદ્રમાં નજરે પડી રહી છે. આ બંને જ જગ્યાઓ પર સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે. હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડું બિપરજોયને જોતા સૌરાષ્ટ્ર કચ્છ માટે ચેતવણી જાહેર કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવતી વાવાઝોડું 14 તારીખની સવાર સુધી જખૌ બંદર પાસે માંડવી અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે પાકિસ્તાનના કિનારાઓને પાર કરશે.

આ દરમિયાન હવાની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને  150 કિલોમીટર સુધી પહોંચી શકે છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાનાર વાવાઝોડું બિપરજોયને લઈને NDRFની 7 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ ચક્રવાતથી પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી સૌથી વધુ પ્રભાવિત થનારા જિલ્લા છે. તો લો લાઇન વિસ્તારના સમુદ્ર કિનારા પર રહેનારા લોકોનું સ્થળાંતર આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

આખા કોસ્ટલ વિસ્તારમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ગુજરાત સરકારના અલગ-અલગ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાને કચ્છ, હર્ષ સંઘવીને દ્વારિકા, મુળુભાઈ બેરાને જામનગરની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાલના વર્ષોમાં અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની સંખ્યા અને ગંભીરતમાં વધારો થયો છે, જે સંભવિત રૂપે ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાયેલ છે. લગભગ 10 દિવસ સુધી અરબ સાગર ઉપર એક ચક્રવાતના રૂપમાં ઉપસ્થિત રહ્યા બાદ, 6 જૂનના રોજ ચક્રવાતી તોફાનમાં બદલાનાર બિપરજોય કચ્છના કિનારે ટકરાવાની આશા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાઓ માટે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ બાદ તૈયારીઓના કારણે દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર અને કચ્છના તટિય વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં સોમવારે શાળા બંધ કરી દેવામાં આવી.

હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આગામી દિવસોમાં એ સ્પષ્ટ જગ્યાની જાણકારી મળી જશે, જ્યાંથી ચક્રવાતી તોફાન પસાર થશે. બિપરજોય 6 જૂનના રોજ વિકસિત થયા બાદ તેના માર્ગ અને તીવ્રતાને લઈને ખૂબ અનિશ્ચિત્તતની સ્થિતિ છે. તોફાન શરૂઆતી દિવસોથી મજબૂત થયું અને અરબ સાગર ગરમ હોવાના કારણે તે મજબૂતી યથાવત રહી. હવામાન વિભાગે 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના તટિય વિસ્તારોમાં માછલી પકડવા સંબંધિત ગતિવિધિઓ પર પૂરી રીતે રોકવાની સલાહ આપી છે અને માછીમારોને12-15 જૂન વચ્ચે મધ્ય અરબ સાગર અને ઉત્તરી અરબ સાગર તેમજ 15 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છ કિનારાઓ પાસે ન જવાના નિર્દેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp