ગુજરાતની હત્યારી વહુ, સસરાને શરીર સુખ આપી પૈસા લેતી, 2 લાખ ન મળ્યા તો...

PC: twitter.com

ડાકોરમાં સંબંધોના તાર-તાર કરનારી ઘટના સામે આવી છે. અહીં હત્યાનો સનસનીખેજ ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આરોપી વહુની પૂછપરછમાં તેના પોતાના સસરા સાથે અનૈતિક હોવાનો અને તેણે જ હત્યા કરવાનો ખુલાસો થયો. ભગતજીની ચાલીમામાં રહેતો જગદીશચંદ્ર જમનાલાલ શર્મા (ઉંમર 75 વર્ષ) પોતાના પરિવાર સાથે રહેતો હતો. જગદીશચંદ્ર પોતે ઉપરના માળે આવેલા મકાનમાં રહેતો હતો.

જન્માષ્ટમી અગાઉ બે દિવસથી તે ગુમ થયો હતો. આ દરમિયાન 6 સપ્ટેમ્બરના રોજ જગદીશચંદ્ર શર્માનું શબ સડી ગયેલી હાલતમાં તેના મકાનના રૂમમાંથી મળ્યું હતું. ત્યારબાદ ડાકોર પોલીસે સૌપ્રથમ અપમૃત્યુનો અને એ પછી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ફોરેન્સિક રિપોર્ટ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા આ હત્યા પાછળ મૃતકની નાની વહુનો હાથ હોવાનો ખુલાસો થયો હતો. જેથી આ નાની વહુ મનિષાબેનને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં આરોપી મનીષાબેન અને સસરા જગદીશચંદ્રના અનૈતિક સંબંધ હતા.

જગદીશચંદ્ર પોતાની નાની વહુને આર્થિક સહાય પણ કરતો હતો. આ દરમિયાન આરોપી મનીષા ફેસબુકના માધ્યમથી એક અન્ય વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આ વ્યક્તિએ મનીષાને વિદેશ જવાની લાલચ આપી હતી. જેથી મનીષાએ વિદેશ જવાની ઈચ્છા થતા પોતાના પ્રેમી સસરા પાસે 2 લાખ રૂપિયાની માગ કરી હતી. પોલીસે મનીષાને કોર્ટમાં રજૂ કરી 13 સપ્ટેમ્બર સુધીના રીમાન્ડ મેળવ્યા છે. હવે રિમાન્ડ બાદ આ મામલામાં કોણ કોણ સામેલ હતું. તે પૂછપરછ દરમિયાન ખુલશે.

આ ઘટના મામલે નડિયાદ ડિવિઝનના DYSP વી.આર. બાજપાઈએ જણાવ્યું કે, ‘ડાકોર શહેરની અંદર ભગતજી કોલોની વિસ્તારમાં રહેતા જગદીશ શર્માનો મૃતદેહ 5 સપ્ટેમ્બરના રોજ મળી આવ્યો હતો. લાશ સડી ગયેલી હાલતમાં હતી. તેથી તેનો ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકનું મોત માથાના ભાગે સખત વસ્તુ મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું અને તેના શરીરના અન્ય ભાગો પર પણ ઇજાના નિશાન હતા. જેથી કારણે પોલીસે ગુનો નોંધ્યો હતો.

જગદીશભાઈના પુત્ર વિજય જગદીશચંદ્ર શર્માએ તેના નાના ભાઈ અજયની પત્ની મનીષા સામે આ અંગે શંકા વ્યક્ત કરી હતી અને આ શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, મનીષાની પૂછપરછ દરમિયાન મનીષાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો કે, તેના સસરા જગદીશ શર્મા સાથે અનૈતિક સંબંધો હતા અને તેને કેટલાક પૈસાની જરૂરિયાત પડતી હતી, તો તેના સસરા તેના પૈસાની જરૂરિયાત અનૈતિક સંબંધના બદલે પૂરી કરતા હતા અને તેના કારણે મનીષાએ તે પૈસાનો ઉપયોગથી ફેસબુકના માધ્યમથી એક યુવકના પરિચયમાં આવી.

યુવકે તેને વિદેશ જવાની લાલચ આપી હતી. પણ વિદેશ જવા માટે પૈસાની જરૂર હતી અને તેણે તેના સસરા જગદીશ પાસે પૈસાની માગ કરી હતી. પૈસા ન મળવાના કારણે મનીષાએ આ હત્યા કરી હતી. આ કેસમાં હત્યા કરનારી મહિલા મનીષાની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પોલીસ કસ્ટડીમાં છે. મનીષાને વિદેશ જવા માટે 2 લાખ રૂપિયાની જરૂર હતી અને જગદીશભાઈએ તેને બે લાખ રૂપિયા આપવાની ના પાડી હોવાથી તેણે આ હત્યા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp