26th January selfie contest

7 વર્ષના પુત્ર સાથે વડોદરામાં પરિવારની સામૂહિક આત્મહત્યા, દીવાલ પર લખ્યું- અમે..

PC: gujaratsamachar.com

વડોદરા શહેરના ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા એક પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પાણી ગેટ પોલીસ સ્ટેશનના PI એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે, અમે અમારીથી મરજીથી આપઘાત કરીએ છીએ, તેમાં કોઇ જવાબદાર નથી. તેમ ઘરની દીવાલ પર લખ્યું છે. માતાએ સવારે આવીને જોયુ તો માતા રડવા લાગી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

રિપોર્ટ્સ મુજબ, પ્રિતેશભાઇએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવુ થઇ ગયું હતું. દેવુ થઇ જતા પ્રિતેશભાઇએ પરિવાર સાથે આટલું મોટું પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નં-102મા રહેતા પ્રિતેશભાઇ પ્રતાપભાઇ મિસ્ત્રી(ઉંમર 30 વર્ષ) શેરબજારનું કામ કરતા હતા. તે 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતો હતો. આજે સવારે પ્રિતેશભાઇ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઇ મિસ્ત્રી(ઉંમર 32 વર્ષ) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઇ મિસ્ત્રી (ઉંમર 7 વર્ષ)ના ઘરમાંથી મૃતદેહો મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઇ હતી. ઘટનાના કારણે પરિવારજનોએ કરુણ આક્રંદ કર્યા હતા. રિપોર્ટ્સ મુજબ, પ્રિતેશભાઇનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર દેખાતો નહોતો. પ્રિતેશભાઇના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું કે, પ્રિતેશભાઇએ ગઇ કાલે રાત્રે માતાને મેસેજ કર્યો હતો કે, આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે.

સવારે જ્યારે તેની માતા તેમના ઘરે ગઇ ત્યારે પ્રિતેશભાઇ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને તેના પત્ની અને પુત્રના શબ પલંગ ઉપર પડ્યા હતા. બે દિવસ અગાઉ વડોદરા શહેરના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા-પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અફરાતફરી મચી જવા પામી હતી. પિતા પરેશભાઇ સિકલીગરે પોતાના પુત્ર ચાર્મિસને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઇ પોતે પણ ગળે ફાંસો ખાઇ લીધો.

ત્યાંથી મળેલી છેલ્લી ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી. બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દંપતિના 10-12 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હતો. પરેશભાઇએ પહેલા ચાદરથી પુત્રને ગળે ફાંસો આપ્યો હતો અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પાડોશીઓને આ બાબતે જાણ થતા પોલીસને જાણકારી આપી હતી. જેથી પોલીસ દોડી ગઇ હતી.

દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે આ રૂમને ખોલ્યો હતો. આ સમયે પિતા-પુત્ર લટકી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, લગ્ન બાદ પત્નીની જોહુકમી વધારે હતી. તે પતિના ત્રાસ આપતી હતી. તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી છે. જેમાં પતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે, મારી પત્નીના ત્રાસથી ગળે ફાંસો ખાઉં છું. આ ઘટનામાં પુત્રની હત્યા, પરેશભાઇની આત્મહત્યા અને પત્ની આશાબેન સામે દુષ્પ્રેરણાનો ગુનો લાગૂ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp