ગોપાલ ઈટાલીયા સહિત 5 સામે માનહાનીનો દાવો, પોરબંદર કોર્ટમાં કેસ થયો

PC: twitter.com

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વીના તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પોરબંદરના કેયુર જોષીએ એવું જણાવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે કામ કરી રહ્યાં હતા. પરંતુ કોઇ પણ કારણદર્શક નોટીસ કે જાણ કર્યા વીના સામાજીક, રાજકીય કારકીર્દિ સમાપ્ત કરવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી બરખાસ્ત લેટર વાયરલ કરવામાં આવ્યો હતો.

ગત તા.3-9-2021ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ અન્યો દ્વારા સોશ્યલ મીડિયામાં બરખાસ્તનો લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને રાજકીય, સામાજીક કારકીર્દિ ખરડાય એ રીતે કેયુર જોષીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે જાણીજોઇને સસ્પેન્શન લેટર કે પાર્ટી નિયમ મુજબ કારણદર્શક નોટીસ આપ્યા વગર સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ કરવામાં આવ્યો છે. આથી ગોપાલ ઇટાલીયા તેમજ અન્ય 5 વિરૂદ્ધ ચિફ કોર્ટ પોરબંદરમાં માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp