બોટાદમાં કોંગ્રેસનું ફોર્મ રદ્દ કરવા શા માટે રજૂઆત કરવામાં આવી?

બોટાદના કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચનારા ઉમેદવાર મનહર પટેલે જણાવ્યું હતું કે બોટાદના ચુંટણી અધિકારીએ ભાજપના સૌરભ દલાલના ઇશારે કોંગ્રેસના ધીરાજલાલ કળથીયા(ડી. એમ. પટેલ)નું ખોટુ ફોર્મ મંજુર રખાવ્યુ અને મારા બંધારણીય હકક છીનવાયા છે, મારા સતાવાર કોંગ્રસનુ ફોર્મ ભરાયા બાદ ૨ જ કલાક બાદ કોંગ્રેસે બીજુ મેન્ડેટ ઇસ્યુ કર્યુ અને ચુંટણી અધિકારીએ મારુ ફોર્મ રદ્દ કર્યું પરંતુ જેમનું ફોર્મ રદ્દ થવા લાયક હતું તે રદ્દ કરાયુ નથી. તેથી ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવશે.

ધીરજલાલ કળથીયાએ ફોર્મનો ભાગ 1 ખોટી રીતે ભર્યો છે. તેમાં સહી કરનારની વિધાનસભા બતાવી નથી. તેથી તેનુ ફોર્મ રદ્દ થવું જોઇએ જે તેના ફોર્મમાં સ્પષ્ટ જણાય છે છતાં ચુટણી અધીકારીએ તેમનુ ફોમ શા માટે રદ્દ કયુ નથી તે એક મોટી શંકા છે. આ ખેલ રિલાયન્સના જમાઈના ઈશારે થયો છે.

આ ઉપરાંત બોટાદ વિધાનસભાની ચુટણી સંદર્ભમાં સ્ક્રુટીનીમાં મે રજુઆત કરી હતી કે ધીરજલાલ કળથીયા કે જેમને કોંગ્રેસે બીજો મેન્ડેટ મારા પછી 2 કલાકે ઇસ્યુ કયોઁ અને તેમને બોટાદ વિધાનસભાનુ ફોર્મ ભર્યુ પરંતુ તેમના ભાગ એકના ફોર્મમાં દરખાસ્ત મુકનારે કયાય સ્પષ્ટ નથી કયુઁ કે તે 107 બોટાદ વિધાનસભા બેઠક પર દરખાસ્ત મુકી રહ્યા છે.

મનહર પટેલે જણાવ્યું હતું કે જે ગંભીર ભુલ ખરેખર સ્ક્રુટીનીમાં ચુટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવુ જોઇતુ હતુ. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચુંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.

તેમણે જણાવ્યું કે મેં મારી રજુઆત મુખ્ય ચુટણી અધિકારીને તમામ વિગતો સાથે કરી છે કે ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચુટણી પ્રક્રીયા સ્થગીત કરવી.  મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે. જે ગંભીર ભુલ ખરેખર સ્ક્રુટીનીમાં ચુટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવુ જોઇતુ હતુ. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચુંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.

તેમણે જણાવ્યું કે મેં મારી રજુઆત મુખ્ય ચુટણી અધિકારીને તમામ વિગતો સાથે કરી છે કે ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચુટણી પ્રક્રીયા સ્થગીત કરવી. મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે.

About The Author

Related Posts

Top News

કેમ નલિયામાં જ પડે છે રેકોર્ડબ્રેક ઠંડી? જાણો કચ્છના આ શહેરની ભૌગોલિક સ્થિતિ પાછળનું વિજ્ઞાન

ગુજરાત રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે રાજ્યભરમાં લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી...
Gujarat 
કેમ નલિયામાં જ પડે છે રેકોર્ડબ્રેક ઠંડી? જાણો કચ્છના આ શહેરની ભૌગોલિક સ્થિતિ પાછળનું વિજ્ઞાન

જમીનનું વળતર મળ્યા પછી પતિને દગો આપી પત્ની લાખો રૂપિયા અને ઘરેણા લઈને પ્રેમી સાથે થઇ ફરાર

ઝાંસીમાં, બુંદેલખંડ ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ (BIDA) યોજના હેઠળ જમીન સંપાદન પછી મળેલા વળતરે એક પરિવારની ખુશીને આનંદ આપવાને...
National 
જમીનનું વળતર મળ્યા પછી પતિને દગો આપી પત્ની લાખો રૂપિયા અને ઘરેણા લઈને પ્રેમી સાથે થઇ ફરાર

ટાટાની આ કંપનીના શેરનો ભાવ રૂ. 1450થી ઘટીને રૂ. 365 થયો! જાણો આવું કેમ થયું?

ટાટા ગ્રુપની એક કંપની ખૂબ જ ખરાબ સ્થિતિમાં મુકાઈ ગઈ છે, રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે કે, ટાટા...
Business 
ટાટાની આ કંપનીના શેરનો ભાવ રૂ. 1450થી ઘટીને રૂ. 365 થયો! જાણો આવું કેમ થયું?

મૃત ભિખારીની બેગમાંથી નીકળ્યો 'ખજાનો', 4 લાખ રોકડા અને સાઉદી રિયાલ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત

ભીખ માંગીને ગુજરાન ચલાવતા એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ બાદ તેની સંપત્તિને લઈને એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. મૃતક ભિખારીની...
National 
મૃત ભિખારીની બેગમાંથી નીકળ્યો 'ખજાનો', 4 લાખ રોકડા અને સાઉદી રિયાલ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત
Copyright (c) Khabarchhe All Rights Reserved.