એક વિવાદ શાંત થયો ત્યાં બીજો ઉભો થયો, હવે કિંગ ઓફ સાળંગપુરનું તિલક બદલવા માગ

PC: india.postsen.com

સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિંતોનો વિવાદ હજુ માંડ શાંત પડ્યો છે ત્યારે હવે બીજો વિવાદ ઉભો થયો છે. કિંગ ઓફ સાંળગપુરની પ્રતિમા પર જે તિલક લગાવવામાં આવ્યું છે તે બદલીને સનાતન ધર્મનું તિલક લગાવાની માંગ ઉઠી છે.

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોમાં હનુમાન દાદાને સ્વામીનારાયણના સેવક બતાવાયા હોવાનું ધ્યાન પર આવતા એક સપ્તાહથી વિવાદ ચાલતો હતો. ગુજરાતના સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કર્યા પછી બે દિવસમાં વિવાદીત ભીંત ચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા.ત્યારે બધાને થયું હતું કે હાશ, ચાલો વિવાદ શમી તો ગયો. પરંતુ હવે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું તિલક બદલવાનો વિવાદ ઉભો થયો છે.

બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંતે કિંગ ઓફ સાંળગપુરની પ્રતિમા પર જે સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવમાં આવ્યું છે તેને બદલવાની માંગ કરી છે. આ માટે મંદિરના મહંત સનાતન ધર્મનું તિલક લઇને સાળંગપુર પહોંચશે.

બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત પરમેશ્વર મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હનુમાનદાદાને સનાતન ધર્મનું તિલક લગાવવામાં આવશે. આ માટે ચાંદીનું તિલક બનાવડાવવામાં આવ્યું છે, એ ચાંદીનું તિલક હનુમાનદાદાની પ્રતિમાને લગાવવામાં આવશે.

સોમવારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ અને ત્રિપાંખ સાધુ સમાજ દ્રારા કલેકટર કચેરીમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં સાળંગપુર મંદિરમાં હનુમાનદાદાની વિશાળ પ્રતિમા પર જે તિલક લગાવવામાં આવ્યું છે તે બદલવાની માંગ કરવામાં આવી હતી.

લગભગ 30 ઓગસ્ટથી સાળંગપુર મંદિરમા હનુમાનદાદાના અપમાનનો વિવાદ શરૂ થયો હતો અને વિવાદિત ભીંતચિતો હટાવવવા માટે સાધુ સંતો સહિત અનેક લોકોએ માંગ કરી હતી. ભારે વિવાદને કારણે મંદિર પરિસરમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતા એક વ્યકિત સાળંગપુર મંદિરમાં કુહાડી સાથે ઘુસી ગયો હતો અને તેણે ભીંતચિંત્રોને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી હતી, પરંતુ એ પહેલાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

સાધુ સંતો અને સમાજના અગ્રણીઓએ મનોમંથન કરીને વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે સાળંગપુર મંદિરમાંથી બધા વિવાદીત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા હતા.

લોકો એવું ઇચ્છે કે હવે નવો વિવાદ ઉભો થયો છે તે પણ ઝડપથી શાંત થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp