કોર્ટે આ કેસમાં MLA હાર્દિક પટેલ સામે અરેસ્ટ વોરંટ કર્યું ઈશ્યૂ

PC: twitter.com/HardikPatel

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને પૂર્વ પાસ કન્વિનર વિરમગામથી ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે અરેસ્ટ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ધ્રાંગધ્રાના હરિપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સીનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે અરેસ્ટ વોરંટ ઇસ્યૂ કર્યું છે. જો કે, હવે જોવાનું એ રહેશે કે, પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂટંણી વખત ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલ વિશે કેટલીક માહિતી સામે આવી હતી. જેમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 61.48 લાખ દર્શાવી હતી. હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઇ છે.

સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઇ છે. આ અંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇસ્યૂ કર્યુ હતું. ભાજપ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ધાંગ્રધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે જઇને એક જાહેર સભા આયોજિત કરી હતી, જેમાં તેણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ ભંગ બદલ તેમની સામે તાલુકા પોલીસે ગુનો નોધ્યો હતો.

પોલીસ બાદ કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ થયો હતો, જેમાં મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા તેમની વિરુદ્વ અરેસ્ટ વોરટ ઇસ્યૂ કરવામાં આવ્યુ છે. હાલમાં જ જામનગરની એક કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા. જામનગર કોર્ટમાં આ કેસને લઇ તમામ દલીલો પૂર્ણ થઇ હતી. વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે ચૂકાદો આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp