રશિયા-યુક્રેન યુદ્ધના દોઢ વર્ષ પછી હીરાઉદ્યોગમાં મંદી આવી,3 મહિનામાં….

PC: indianexpress.com

રશિયા યુક્રેન યુદ્ધના દોઢ વર્ષ પછી ગુજરાતના સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. ડાયમંડ ફેકટરીઓ અને કારખાનાઓમાં કામ ઘટી ગયા છે, ન્યઝ વેબસાઇટ આજતકના અહેવાલ મુજબ મંદીને કરાણેબેરોજગાર બનેલા 11 રત્નકલાકોરાએ 3 મહિનામાં મોતને વહાલે કરી દીધું છે.દુનિયામાં કટીંગ એન્ડ પોલીશીંગ થતા 14માંથી 11 હીરા સુરતમાં ડાયમંડ એન્ડ કટીંગ થાય છે. ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં સુરત દુનિયાભરનું સેન્ટર છે.

લાખો લોકોને રોજગારી પુરા પાડતો ડાયમંડ ઉદ્યોગ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મંદીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી યુદ્ધ શરૂ થયું હતું, પરંતુ દોઢ વર્ષના સમયગાળા પછી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદી આવી છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયાનું કહેવું છે કે ડાયમંડ ઉદ્યોગમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મોટી મંદી તો નથી આવી, પરંતુ આશિંક મંદી જરૂર આવી છે.વેકરીયાનું કહેવું છે કે રત્નકલાકારો બેરોજગાર નથી થયા. મોટા હીરાની માગ ઓછી છે એટલે કામની અત્યારે જરૂરિયાત નથી રહેતી, જેના કરાણે સપ્તાહમાં એક રજા વધારી દેવામાં આવી છે. તો બીજી તરફ જે સ્મોલ ડાયમંડ બનાવે છે તેમનું કામ ચાલી રહ્યું છે. કોઇ પણ કારીગર બેરોજગાર નથી થયો.

નાનુબાઇ વેકરીયાએ કહ્યું કે જ્યારે યુદ્ધ સમાપ્ત થઇ જશે એટલે મોટા ડાયમંડની ડિમાન્ડ પણ વધી જશે. વેકરીયાનું માનવું છે કે એટલી ભીષણ મંદી નથી કે આખો હીરાઉદ્યોગ હાલી જાય.તેમણે કહ્યું કે,રશિયાથી 30 ટકા  રફ ડાયમંડ સુરત આવે છે.નાના કારખાનેદારો માટે રશિયાની રફની વધારે જરૂર રહે છે.

આજ તકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કામ નહીં મળવાને કારણે બેરોજગાર બનેલી રત્નકલાકાર પ્રિયંકા મેવાડાએ કહ્યું કે, તે છેલ્લાં 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં કામ કરે છે. એક દિવસ કંપનીમાંથી ફોન આવ્યો કે તમારે નોકરી પર આવવાની જરૂર નથી. નોકરી છુટી જવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. પ્રિયંકાએ કહ્યું કે, તે પોતાના બે બાળકો સાથે ભાડાના મકાનમાં રહે છે.ઘરમાં કમાનારી તે એક માત્ર સભ્ય છે. હીરાના કામથી તેના પૈસા આવતા હતા, હવે પ્રિયંકાને એવી ચિંતા સતાવી રહી છે કે બાળકોની ફીના પૈસા ક્યાંથી આવશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp