નૌતમ સ્વામીની હકાલપટ્ટી પછી દિલીપદાસ મહારાજને મળી આ જવાબદારી, વિવાદ ફળ્યો

PC: iamgujarat.com

તાજેતરમાં સાળંગપુર મંદિરમાં ભીંતચિંત્રો પર હનુમાનદાદાને દાસ તરીકે બનાવવાનો મુદ્દાએ આખા ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું અને એ દરમિયાન સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીનો વિવાદીત વીડિયો સામે આવ્યા પછી તેમની અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હકાલ પટ્ટી કરવામાં આવી હતી. આ આખા સાળંગગુપર વિવાદમાં સક્રીય ભૂમિકા ભજવનાર સંત દિલીપદાસ મહારાજને વિવાદ ફળી ગયો છે અને નૌતમ સ્વામીની જગ્યાએ તેમને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

સાળંગપુર વિવાદ દરમિયાન નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કર્યા પછી અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીની અધ્યક્ષતામાં બુધવારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂંક કરવામાં આવી છે.

આ બેઠકમાં અવિચલદાસજી મહારાજે કહ્યુ કે સાળંગપુર વિવાદ મામેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની આગેવાની જે બેઠક મળી તેમાં આંદોલન ચલાવનારા સંતોને બોલાવાયા નહોતા, એ વાત યોગ્ય નથી.સનાતન ધર્મ માટે જે સાધુ સંતો લડત ચલાવી રહ્યા હતા તેમને પણ બેઠક માટે આમંત્રિત કરવાની જરૂર હતી.

તેમણે આગળ કહ્યું કે સ્વામિનારાયણ સંતોની સાથે હું સપર્કમાં છુ અને સમાધાન માટેના પ્રયાસો ચાલુ છે.તેમણે સાથે ચિમકી આપતા એમ પણ કહ્યું કે જો સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરશે તો નુકશાન થશે. સનાતન ધર્મમાં સમાધાન જ એક માત્ર વિકલ્પ છે.તેમણે કહ્યુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધું –સંતો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

કાર્યકારી અધ્યક્ષ તરીકે મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગીરિ મહારાજની પણ નિમણૂંક કરવામાં આવી છે.

સાળગંપુર મંદિરના વિવાદમાં બળતામાં ઘી હોમનારા નૌતમ સ્વામી પર સાધુ સંતો નારાજ થયા હતા અને તેમને અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતના અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો હતો.

નૌતમ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, સ્વામીનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. તેમણે આગળ કહ્યુ કે, ભગવાનના જેટલા પણ અવતાર થયા ભગવાન શ્રીરામ, ભગવાન કૃષ્ણ નારાયણ, સ્વામી નારાયણ પણ ભગવાન જ છે. સ્વામીનારાયણ ભગવાનની પણ હનુમાનજીએ સેવા કરેલી છે.

એ વિશે સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જાહેર છે. તેમણે કહ્યું કે નાના મોટો પ્રશ્નો હોય તો તેની યોગ્ય ફોરમ પર વાત કરી શકાય. કેટલાંક લોકો કોર્ટમાં ગયા છે અને કોર્ટ જવાબ આપશે. નાના-મોટા લોકોએ જવાબ આપવાની જરૂર નથી.

સાળંગપુરમાં હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા છે એ ગૌરવની બાબત છે. કોઇ પણ સ્વામીનારાયણ મંદિર એવું ન હોય જેમા હનુમાન મહારાજ અને વિધ્નહર્તા દેવ હાજર ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp