બમણી જંત્રી ગુજરાતના વિકાસ માળખાને તોડી નાંખશે,CMને આવેદન અપાશે: ક્રેડાઇ

ગુજરાત સરકારે 12 વર્ષ પછી જંત્રીના ભાવમાં વધારો કર્યો છે અને તે પણ સીધો બમણો. સરકારના આ નિર્ણયથી રાજ્યના ડેવલપર્સમાં નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે શનિવારે એકાએક જંત્રી બમણી કરવાનો નિર્ણય જાહેર કરતા બિલ્ડરોમાં નારાજગી જોવા મળી રહી છે. Confederation of Real Estate Developers' Associations of India (CREDAI), ગુજરાતના પ્રમુખે કહ્યું છે કે ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાતના વિકાસ માળખાને તોડી પાડશે. આ બાબતે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે. ક્રેડાઇના પ્રમુખનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે ગ્રાહક અને ડેવલપર્સ વચ્ચે મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે. સરકારે આમાં થોડી છુટછાટ આપવી જોઇએ.

CREDAI, ગુજરાત અને Gujarat Institute of Housing and Estate Developers (GIHAD)ના પ્રમુખ તેજસ જોષીએ કહ્યુ કે, સરકારના આ નિર્ણયનો ક્રેડાઇ વિરોધ નથી કરતું, જંત્રી જે રીતે બમણી કરી નાંખવામાં આવી છે તેમાં કોઇ તર્ક દેખાતો નથી. ઘણી ટી.પી સ્કીમમાં મકાનની કિંમત બમણી થઇ જશે. આને કારણે ગુજરાતનું ગ્રોથ માળખું તુટી જશે. જોશીએ કહ્યુ કે,  ટ્રેડ FSI, પરચેઝ FSI અને N.A પ્રીમિયમમાં મોટી અસર ઉભી થશે.તેજસ જોષીએ કહ્યુ કે બિલ્ડર્સ સાથે ચર્ચા કરીને સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે.

CREDAI, ગુજરાતના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ કહ્યું કે,12 વર્ષથી જંત્રી વધી નથી એટલે જંત્રી તો ચોક્કસ વધવી જ જોઇએ, પણ આમ એકાએક જંત્રી જાહેર કરી દેવી યોગ્ય નથી. સાયન્ટિફિકલ સરવે કર્યો હોય, જાહેરનામું બહાર પાડ્યું હોય, આ ફિલ્ડના લોકોનો અભિપ્રાય લેવાયો હોય તો વાત બરાબર છે. આ તો સીધી અચાનક બમણી જંત્રીની જાહેરાત જ કરી દેવામાં આવી. બમણો ભાવ વધારો યોગ્ય નથી. કોઇક જગ્યાએ 15થી 20 કે કોઇક જગ્યાએ 50 ટકા કે કોઇક જગ્યાએ 3 ગણો ભાવ વધારો કરવાની જરૂરત હતી. આ તો બધા માટે જ ડબલ.

CREDAI, ગુજરાતના સેક્રેટરી વિરલ શાહે કહ્યું હતું કે, સરકાર અમલીકરણ કરવામાં થોડો સમય આપે તેવી અમારી વિનંતી છે. શાહે કહ્યું કે જે ડીલ ચાલે છે અથવા જે વ્યવહાર પુરા થવાના છે તેમાં મુશ્કેલી ઉભી થશે, કારણકે પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે. ભાવ વધી જશે અને પ્રજાના માથે મોટો બોઝ આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.