ડૉ. દીલિપ માવળંકરે જણાવ્યું આગામી 40 દિવસ કેમ મહત્ત્વના છે?

PC: khabarchhe.com

આગામી 40 દિવસ ખૂબ મહત્ત્વના છે તો કેટલું ડરવાની જરૂરિયાત છે? ખરેખર સાવચેતી રાખવાની જરૂરિયાત છે? આગામી 40 દિવસ કેમ મહત્ત્વના છે આપણાં માટે? આ સવાલનો જવાબ આપતા ડૉ. દીલિપ માવળંકરે કહ્યું કે, આપણે જોયું કે પહેલી મહામારીમાં કે લહેરમાં વુહાનમાંથી વાયરસ શરૂ થયો, ઇટાલી અને યૂરોપમાં પહોંચ્યો અને પછી 2-3 અઠવાડિયામાં આપણે ત્યાં કેસો ચાલુ થવા માંડ્યા. હવે એર ટ્રાફિકિંગ વધી ગયો છે, અને ઘણા લોકો ફરે છે.

તેમણે આગળ કહ્યું કે, આપણે ત્યાં જે ઇમ્યૂનિટી છે તેના લીધે હવે લોકલ ઇન્ફેક્શન ઘણું ઓછું થઇ ગયું છે. માસ્ક વગર કોઇ પણ રિસ્ટ્રિક્શન વિના આખા દેશમાં, 140 કરોડની વસ્તીવાળા દેશમાં 140 કેસ, 150 કેસ આવતા હોય તો ખૂબ જ ઓછું પ્રમાણમાં છે. શું તમને લાગે છે કે, એવી કોઇ સાયન્ટિફિક હિસ્ટ્રી છે જેમાં જ્યારે આ પ્રકારના નવા વેરિયન્ટ આવે આ પ્રકારની મહામારીમાં ત્યારે એ પહેલા વેરિયન્ટ કરતા વધારે ખતરનાક હોય, એવા કોઇ લક્ષણો દેખાયા છે?

આ સવાલનો જવાબ આપતા ડૉ. દીલિપ માવળંકરે કહે છે કે, ભૂતકાળમાં જે ફ્લૂની મહામારી થઇ વર્ષ 1918-19માં ત્યારે પણ એવું જ હતું કે પહેલી વેવ થોડી માઇલ્ડ હતી, બીજી અને ત્રીજી વેવ વધારે સિવિયર થઇ અને ચોથી વેવમાં તેની શક્તિ ઘટવા લાગી અને તેની સાથે લોકોની ઇમ્યૂનિટી વધવા લાગી. અફકોર્સ એ સમયે વાયરસ છે એ પણ વધારે ખબર નહોતી. કોઇ ચેપી રોગ છે એવી ખબર હતી અને ત્યારે જીનોમિક સિક્વેન્સિંગનો તો ત્યારે કોઇને ખ્યાલ પણ નહોતો.

તેમણે આગળ કહ્યું કે, એટલે આ આપણે ત્યાંનાં ડેટા પરથી કહી શકીએ. એવી રીતે પણ બીજા રોગોની મહામારીમાં જોવા મળ્યું છે કે જેમ જેમ મહામારી આગળ વધતી જાય છે લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થતી જાય છે. કેટલા વર્ષો સુધી આમ કોરોના સાથે રહેવું પડશે, શું ખરેખર કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે? કોરોના ક્યારેક જશે કે આપણી વચ્ચે હંમેશાં રહેશે? તેના પર ડૉ. દીલિપ માવળંકર કહે છે કે, કોરોના તો બીજા બધા હજારો વાયરસોની જેમ આપણી વચ્ચે રહેશે તેમાં કોઇ શંકા નથી. પણ એ બીજા શરદી ખાંસી વાયરસની જેમ એવો સાદો રોગ થઇ જશે કે જેમાં, મોર્ટાલિટી ખૂબ ઓછી થઇ જશે અને પછી આપણે તેને ભૂલી જઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp