શું હોય છે ‘ભૂકંપ સ્વાર્મ’, આખરે સતત કેમ કંપી રહી છે અમરેલીની ધરતી?

PC: nagalandpage.com

અમરેલી જિલ્લામાં 2 વર્ષ દરમિયાન એક બાદ એક ભૂકંપના ઝટકાની લાઇન લાગી ગઇ છે અને અહીં લગભગ 400 વખત સમાન્ય ઝટકા નોંધાઇ ચૂક્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ભૂકંપ વૈજ્ઞાનિક આ સ્થિતિને ભૂકંપ સ્વાર્મ કહે છે. સ્વાર્મ મોટા ભાગે નાના સ્તરના ભૂકંપનો ક્રમ હોય છે જે મોટા ભાગે ઓછા સમય માટે આવે છે, પરંતુ તે ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે.

આ ઝટકા અમરેલીના મિટિયાલા ગામમાં પણ અનુભવાયા, જ્યાંના રહેવાસીઓએ સાવધાનીના રૂપમાં પોતાના ઘરો બહાર સૂવાનું શરૂ કરી દીધું, જેથી તેઓ કોઇ મોટા ભૂકંપથી થનારી દુર્ઘટનાથી બચી શકે. મિટિયાલાના રહેવાસી મોહમ્મદ રાઠોડે જણાવ્યું કે, ઝટકાની આશંકાના કારણે સરપંચ સહિત ગામના મોટા ભાગના લોકો રાત્રે પોતાના ઘર બહાર રહે સૂવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિતિ અમરેલી જિલ્લામાં ભૂકંપ સ્વાર્મના કારણને સ્પષ્ટ કરતા ગાંધીનગર સ્થિત ભૂકંપીય શોધ સંસ્થા (ISR)ના ડિરેક્ટર સુમેર ચોપડાએ જણાવ્યુ કે, મૌસમી ભૂકંપીય ગતિવિધિઓના કારણે ટોક્ટોનિક ક્રમ અને જલીય ભાર છે.

આ મહિને 23 ફેબ્રુઆરીથી 48 કલાકની અંદર અમરેલીના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં 3.1 અને 3.4ની તીવ્રતાના 4 ઝટકા અનુભવાયા, જેના કારણે અહીંના લોકો ચિંતિત છે. તુર્કીમાં હાલમાં જ 45 હજાર કરતા વધુ લોકોના જીવ લેનારા વિનાશકારી ભૂકંપ બાદ અમરેલીમાં ભૂકંપીય ગતિવિધિઓ જોવામા આવી રહી છે. કચ્છ જિલ્લામાં જાન્યુઆરી 2001માં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે 19,800 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 1.67 લાખ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.

ચોપડાએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષમાં અને 2 મહિના દરમિયાન અમે અમરેલીમાં 400 સામાન્ય ઝટકા નોંધ્યા, જેમાંથી 86 ટકા ઝટકાઓની તીવ્રતા 2 કરતા ઓછી હતી, જ્યારે 13 ટકા ઝટકાની તીવ્રતા 2-3 વચ્ચે હતી. માત્ર 5 ઝટકાની તીવ્રતા 3 કરતા વધુ હતી. તેમણે કહ્યું કે, મોટા ભાગના ઝટકાને લોકો અનુભવી ન શક્યા, તેની જાણકારી માત્ર અમારી મશીનોને મળી. અમરેલી સહિત મોટા ભાગનું સૌરાષ્ટ્ર ક્ષેત્ર ભૂકંપીય ક્ષેત્ર 3 (સેસ્મિક ઝોન-3) હેઠળ આવે છે જે જોખમના હિસાબે મધ્યમ તબાહીની શ્રેણીવાળું છે.

અમરેલીમાં ફોલ્ટ લાઇન 10 કિલોમીટર સુધી છે, પરંતુ શક્તિશાળી ભૂકંપ માટે આ લાઇન 60-70 કિલોમીટર કરતા વધુ હોવું જોઇએ. અમરેલીમાં સર્વાધિક 4.4 તીવ્રતાનો ભૂકંપ 130 વર્ષ અગાઉ 1891માં નોંધાયો હતો. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સર્વાધિક 5.1ની તીવ્રતાનો ભૂકંપ જૂનાગઢ જિલ્લાના તલાળા ક્ષેત્રમાં વર્ષ 2011માં નોંધાયો હતો. કચ્છ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં વધારે ફોલ્ટ લાઇન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp