અમદાવાદમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટર લગાવતા AAPના 8 કાર્યકરોની ધરપકડ
ગુજરાતના અમદાવાદમાં જાહેર સ્થળો અને સરકારી સંપત્તિઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આપત્તિ જનક પોસ્ટર લગાવવા સામે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ માહિતી આપી છે. આની સામે આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. આ બધા પકડાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે, 30 માર્ચે ગેરકાયદેસર રીતે ‘મોદી હટાવો દેશ બચાવો’ નારા સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં નટવરભાઇ પોપટભાઇ, જતિન ચંદ્રકાંત પટેલ, કુલદીર શરદકુમાર ભટ્ટ, બિપિન રવીન્દ્ર શર્મા, અજય સુરેશભાઇ ચૌહાણ, અરવિંદ ગોરજી ચૌહાણ, જીવણ વાસુભાઇ મહેશ્વરી અને પરેશ વાસુદેવભાઇ તુલસિયા તરીકે ઓળખાણ થઇ છે.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પોતે જ કહ્યુ કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. ગઢવીએ કહ્યું કે, પોલીસ કાર્યવાહી પરથી ખપર પડે છે કે ભાજપ ડરેલી છે.
भाजपा की तानाशाही देखो ! मोदी हटाओ देश बचाओ के पोस्टर मामले में गुजरात में आम आदमी पार्टी के कार्यकताओं पे आईपीसी की विविध धाराए लगा कर जेल में बंध कर दिया है !ये मोदी और भाजपा का डर नहीं है तो और क्या है ? चाहे जितना भी ज़ोर लगा लो ! आम आदमी पार्टी के कार्यकर्ता लड़ेंगे !
— Isudan Gadhvi (@isudan_gadhvi) March 30, 2023
ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને કહ્યુ કે ‘મોદી હટાવો દેશ બચાવો’ પોસ્ટર લગાવવાના મામલામાં ગુજરાત આમ આદમ પાર્ટીના કાર્યકરોને જુદી જુદી કલમો લગાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પ્રધાનમંત્રી મોદી અને ભાજપનો ડર નથી બીજું શું છે? ગમે તેટલો પ્રયાસ કરી લો, આમ આદમી પાર્ટીના કાર્યકરો લડત આપતા રહેશે.
AAPના ગુજરાત સંયોજક ગોપલ રાયએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ દેશના 22 રાજ્યોમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ જેવા નારા સાથે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે સંવાદદાતા સંમેલનમાં એવો પણ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રને સુધારવા અને બેરોજગારીને દુર કરવાને બદલે લોકતાંત્રિક વ્યવસ્થાઓને ખતમ કરવામાં લાગ્યા છે.
દેશના 22 રાજ્યોમાં હિંદી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. રાયએ કહ્યુંકે, આ અભિયાનનો હેતુ પુરા દેશમાં એ મેસેજ આપવાનો છે કે પ્રધાનમંત્રી મોદી ખેડુતોને આપેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ ગયા છે. મજૂરોના અધિકારો છીનવાય છે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવે છે.
રાયએ કહ્યુ કે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે 10 એપ્રિલથી દેશભરની યુનિવર્સિટીઓમાં આવા પોસ્ટરો લગાવવામાં આવશે. 23 માર્ચે AAPએ જંતર-મંતર પર‘મોદી હટાવો દેશ બચાવો’ નારા હેઠળ એક જનસભા કરી હતી. જેને અરવિંદ કેજરીવાલ અને ભાગવંત માને સંબોધિત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp