આ કારણે સુરતમાં 15 લાખ રત્ન કલાકારની રોજગારી સંકટમાં
રશિયા અને યુક્રેનના કારણે ગુજરાતના સુરતના હિરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારોની આજીવિકા પ્રભાવિત થઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં હીરાની પ્રોસેસિંગ અને પોલિશિંગ થાય છે. આ યુનિટ્સ રશિયાથી નાના આકારના હીરા આયાત કરે છે. રશિયાથી નાના આકારના કાચા હીરાની આપૂર્તિમાં ઘટાડાના કારણે ગુજરાતના વેપારી આફ્રિકાના દેશો અને અન્ય જગ્યા પરથી કાચો માલ ખરીદવા માટે મજબૂર છે. તેના કારણે તેમના નફા પર અસર પડી રહી છે. ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે લગભગ 15 લાખ લોકોથી પણ વધુ લોકો જોડાયેલા છે.
રત્ન તથા આભૂષણ નિકાસ પરિષદ (GJEPC)ના ક્ષેત્રિય અધ્યક્ષ દિનેશ નવાદિયાએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, રાજ્યમાં હીરાના નવા યુનિટ્સે પોતાના શ્રમીકોના કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. તેના કારણે તેમની આજીવિકા પ્રભાવિત થઇ રહી છે. મોટા આકારના હીરાનું પ્રોસેસિંગ મુખ્ય રૂપે સુરત શહેરના યુનિટ્સમાં જ થાય છે. ભારતથી અમેરિકાને લગભગ 70 ટકા કટ અને પોલિશ કરેલા હીરા નિકાસ કરવામાં આવે છે. પણ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે તેમણે રશિયાની કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.
નવાદિયા કહે છે કે, અમેરિકાની કેટલીક મોટી કંપનીઓ પહેલાથી જ તેમને ઇમેલ મોકલીને કહે છે કે, અમે રશિયાનો સામાન ખરીદશું નહી. તેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને સાથે સાથે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો પ્રભાવિત થઇ રહ્યા છે.
નવાદિયા કહે છે કે, અમે લગભગ 27 ટકા કાચા હીરા રશિયાથી આયાત કરી રહ્યા હતા, પણ યુદ્ધના કારણે હવે આટલા હીરા ગુજરાતના યુનિટ્સ સુધી નથી પહોંચી રહ્યા. તેના કારણે કામ પ્રભાવિત થઇ રહ્યું છે. ગુજરાતમાં હીરા પ્રોસેસિંગમાં શામેલ વર્ક ફોર્સ લગભગ 50 ટકા નાના આકારના હીરા પર કામ કરે છે. જેના સ્થાનિક રૂપે પટલીના નામે ઓળખવામાં આવે છે.
યુદ્ધ પહેલા ગુજરાત પોલિશ કરવા માટે કુલ કાચા હીરામાંથી લગભગ 30 ટકા રશિયન હીરાનું ખનન કંપની અલરોસાથી આયાત થાય છે. નવાદિયાએ કહ્યું કે, ગુજરાતમાં કટ અને પોલીશ કરેલા હીરામાંથી 60 ટકા રશિયન મૂળના છે. જેમાંથી વધારે પડતા હિરા નાના આકારના છે.
નવાદિયા કહે છે કે, હીરા યુનિટ્સ શ્રમિકોને રોજગાર પ્રદાન કરી રહી છે, પણ યુદ્ધથી પહેલા જેવી પરિસ્થિતિ નથી. મજૂરોને આઠની જગ્યા પર 6 કલાકનું જ કામ આપવામાં આવે છે. સપ્તાહમાં રજાઓ પણ બે આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી નિર્માતા નુકસાન કરવા છતાં પણ ટકેલા છે. ઉત્પાદન પડતરમાં વૃદ્ધિ આવી છે અને તૈયાર માલની કિંમતો સારી નથી મળી રહી. તેથી હીરા યુનિટ્સ કર્મચારીઓને કામના કલાકોને ઓછા કરીને સીમિત રોજગાર પ્રદાન કરી રહી છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે હીરાના નાના યુનિટ્સ સૌથી વધુ પ્રભાવિત થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp